ડીસીબી પોલીસે બાતમીના આધારે સરથાણા વિસ્તારમાં યોગીનગર પાસે વોચ ગોઠવી દારૂ ભરેલી એક કારને ઝડપી પાડી હતી. પોલીસે કારમાંથી 4.13 લાખના દારૂના જથ્થા સાથે ઈસમને પણ પકડી લીધો હતો. પોલીસે દારૂનો જથ્થો તથા કાર મળી કુલ 6.33 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ ઉપરાંત પોલીસે બે અન્ય આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કર્યા હતા.
ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે, સરથાણા યોગીનગર સોસાયટી પાસેથી એક મારુતિ એસએક્સ 4 કાર પસાર થવાની છે. જે કારમાં દારૂનો મોટો જથ્થો છે. જેથી પોલીસે સોસાયટીના ગેટ પર જ વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીમ વર્ણનવાળી કાર નજરે પડતાની સાથે જ ડીસીબી પોલીસે કારને ઘેરી લઇ કારમાં સવાર ચેતન બચુભાઇ સુતરીયા (રહે.મકાન નં.125, ગીતાનગર વિભાગ-2, સીતાનગરની બાજુમાં પુણાગામ) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ કુલ 904 દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે 4.13 લાખનો દારૂનો જથ્થો જ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે દારૂના જથથા સાથે બે લાખની કાર અને બે મોબાઇલ મળી કુલ 6.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ચેતનની ધરપકડ કરવાની સાથે જ વિજય રવજીભાઇ ભુવા (રહે.34/સંસ્કાર રો-હાઉસ મોટા વરાછા) અને વિઠ્ઠલ રંગાણી (રહે.શ્યામધામ સોસાયટી, સરથાણા) ને વોન્ટેડ જાહેર કર્યા હતા. બંને વોન્ટેડ ઇસમો સ્થળ પરથી જ પોલીસને જાઇને ફરાર થઇ ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500