સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં કારેલી ગામે એક ખેડૂતના ખેતરમાં મોટરના સર્વિસ વાયરમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે ખેડૂતની પાંચ વીંઘા જેટલી શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. શેરડીનો પાક બળી જતાં ખેડૂતને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે.
પલસાણા તાલુકાના ગાંગપોર ગામે જૂના ફળિયામાં રહેતા ભરતભાઇ મણીભાઈ પટેલની કારેલી ગામની સીમમાં સર્વે નંબર-170 અને 179 વાળી જમીન આવેલ છે. જેમાં તેમણે શેરડીનું રોપાણ કર્યું હતું અને પાકમાં પાણી પાવા માટે મોટર મૂકવામાં આવી હતી. ખેતરમાં આવેલ જી.ઇ.બી.ના ટ્રાન્સફોર્મરથી ઓરડીમાં આવેલ મોટરના સ્વીચ બોર્ડમાં જતા સર્વિસ વાયરમાં કોઇ કારણોસર શોર્ટ સર્કિટ થયું હતું શોર્ટ સર્કિટને કારણે શેરડીના ખેતરમાં આગ લાગી હતી. આ આગ વઘુ પ્રમાણમાં પ્રસરી જતાં પાંચ વીઘા શેરડીનો પાક સળગી ગયો હતો આ પાક સળગી જતાં ખેડૂતને આશરે કીંમત રૂપિયા 3 લાખ 50 હજારનું નુકશાન થયું હોવાનું જાણવા મળે હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application