સુરતના ઓલપાડ તાલુકાનાં અંભેટા ગામની સીમમાં અંભેટા જીન નજીક રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે કાર અથડાય હતી. કારમાં સવાર બે યુવકો ઓલપાડથી સુરત શહેર ખાતે આવેલ પોતાના ઘરે જઇ રહયા હતા. સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજયું હતું, જ્યારે એકને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના પાલરોડ પર આવેલ સ્તુતી એવન્યુમાં રહેતા પ્રવીણકુમાર બાલચંદ જૈન (ઉ.વ.39) કે જે સ્ટાઇલ્સનો વેપાર કરે છે અને જે ગત તા.22મી ઓગસ્ટના દિને પોતાની કાર નંબર જીજે/05/જેએસ/8442માં બેસી તેના મિત્ર સાથે ઓલપાડ તરફ આવ્યા હતા અને ત્યાંથી રાત્રિના સમયે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ અંભેટા ગામની સીમમાં અંભેટા જીન નજીક દાંડી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ચાલકે કારના સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલ ઝાડ સાથે અથડાય હતી. સર્જાયેલા અકસ્માતમાં પ્રવીણકુમાર બાલચંદ જૈનને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય યુવક રાજેશ ખારોલને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application