સુરતમાં લોકો વહીવટી સુવિધાને લઈને ખૂબ જ ત્રસ્ત થઇ રહ્યા છે. લોકો પોતાનો રોજગાર છોડીને કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. કારણકે આવકનો દાખલો પૂરાવા તરીકે ઘણી બધી જગ્યાએ રજૂ કરવાનો રહેતો હોય છે. શાળા-કોલેજો, મેડિકલ ક્ષેત્ર, સરકારી યોજનાઓ અને અન્ય દસ્તાવેજી પુરાવામાં આવકનો દાખલો અગત્યનો હોય છે અને નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે મહત્વના દાખલાઓ પ્રાપ્ત થાય છે. જેને લઈને મોટી સંખ્યામાં લોકો આવકના દાખલા માટે ત્યાં જોવા મળ્યા હતા.
સામાન્ય રીતે નાગરીક સુવિધા કેન્દ્રમાં લોકો ઝડપથી પ્રમાણપત્રો તેમજ સર્ટીફીકેટ મેળવી શકે તેના માટે આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ અહીં પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. આવકના દાખલો લેવા માટે લોકો સવારથી કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હતા.
નાગરિક સુવિધા કેન્દ્ર પર આવેલા પ્રવિણભાઈએ કહ્યું કે, આવકના દાખલાની જરૂરિયાત હોવાથી લોકો સોશિયલ ડિસ્ટન્સની ચિંતા કર્યા વગર અમારે લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી છે. કામ ધીરી ગતિએ ચાલી રહ્યું છે. હું પોતે નોકરીએ જવાને બદલે અહીં લાઈનમાં ઊભો છું. આર્થિક નુકસાન વેઠીને પણ આ રીતે લાંબી કતારમાં ઉભા રહેવું પડી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500