શેલ ફાઉન્ડેશન અને મુવિંગ વુમન સોશિયલ ઈનિશિએટિવ ફાઉન્ડેશન દ્વારા ‘મુવિંગ બાઈન્ડ્રી’ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓને ડ્રાઈવિંગ શીખવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ કેમ્પેઈન અંતર્ગત એમઓડબલ્યુઓનાં સ્થાપક જય ભારતી બાઈક પર તા.11 ઓક્ટોબરથી 40 દિવસ માટે 20 શહેરોને આવરીને ભારતની ટૂર શરૂ કરવામાં આવી છે. આ ટૂરનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને ડ્રાઈવિંગ શીખવવા પ્રોત્સાહિત કરી તેમની રોજગારીની તકો વધારવા અને તે અંગે જાગ્રૃત કરવાનો છે. ટુર અંતર્ગત ભારતી સુરત પહોંચ્યા હતાં. આ રાઈટની શરૂઆત હૈદરાબાદથી કરવામાં આવી હતી ત્યાથી બેંગ્લોર, ચેન્નાઈ, કોચી, ગોવા, પુણે અને મુંબઈ શહેરોને આવરી લેવામાં આવ્યા છે. હવે અમદાવાદ, ઉદયપુર, જયપુર, અમૃતસર, શ્રીનગર, ચંદીગઢ, નવી દિલ્હી, લખનઉ, વારાણસી, પટના, ગોહાટી, કોલકાત્તા, રાંચી, ભૂબનેશ્વર શહેરોમાં કરવામાં આવશે. જયારે આ રાઈડમાં કુલ 11,111 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500