Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દબાણ હટાવવાની કામગીરી કરી રહેલા કર્મચારીઓ સામે લારી અને ગલ્લાવાળાઓએ ઉગ્ર વિરોધ કર્યો

  • July 30, 2021 

સુરત શહેરના વરાછા ખાતે આવેલ માતાવાડી વિસ્તારમાં સવારે દબાણ હટાવવા માટે પહોંચેલી ટીમ પર લારી–ગલ્લાવાળાઓ દ્વારા હુમલો કરવામાં આવતાં મામલો બિચક્યો હતો. ભારે હોબાળાને પગલે સ્થાનિકોનું ટોળું પણ ઘટના સ્થળે ઉમટી પડ્યું હતું. સમગ્ર ઘટના અંગે વરાછા ઝોન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વરાછા ઝોન–એની એક ટીમ માતાવાડી વિસ્તારમાં ન્યૂસન્શ રૂપ સાબિત થઇ રહેલા લારી–ગલ્લાઓના દબાણ દુર કરવા માટે પહોંચી હતી. અલબત્ત, દબાણ હટાવવાની કામગીરી કરી રહેલા કર્મચારીઓ સાથે શરૂઆતમાં લારી–ગલ્લાવાળાઓ દ્વારા ઉગ્ર બોલાચાલી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, લારી-ગલ્લાવાળા અસામાજીક તત્વોને તાબે થવાને બદલે દબાણ ખાતાની ટીમ દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતાં ક્રોધે ભરાયેલા આ ઇસમો દ્વારા મનપાના કર્મચારીપ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું. માર્શલની ટીમ દ્વારા આ સમગ્ર બબાલમાં મનપા કર્મચારીઓનો બચાવ કરવામાં આવતાં કોઇ કર્મચારીને ઇજા પહોંચી નહોતી. જોકે, બાદમાં મનપાની દબાણ ખાતાની ટીમના કર્મચારીઓ દ્વારા બપોરે વરાછા પોલીસ મથકે પહોંચીને લારી–ગલ્લાવાળાઓ વિરૂદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ સહિત મારામારી સંદર્ભેની ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application