Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : નાનો ભાઈ છોકરી ભગાડી ગયો હોવાની અદાવતમાં મોટાભાઈનું અપહરણ

  • August 01, 2021 

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતા યુવકનું તેના નાના ભાઈએ છોકરી ભગાડી જવાની અદાવતમાં છોકરીના સમાજના બે યુવકોએ સાગરીતો સાથે ગત તા.30 જુલાઈના રોજ રાત્રે અપહરણ કરી એક રૂમમાં ગોંધી હાથ પગ બાંધી લાકડાના ફટકાથી ઢોર મારમાર્યો હતો.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગોડાદરા ઘ્રુવ પાર્કની બાજુમાં લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા મુકેશભાઈ કૈલાશભાઈ પ્રજાપતી (ઉ.વ.27) 5 વર્ષ પહેલા ધંધો રોજગાર માટે સુરત આવ્યા હતા અને 15 દિવસથી મિત્ર નરેશ પ્રજાપતી સાથે ભાડાના મકાનમાં રહે છે અને રીંગરોડની જય માર્કેટમાં નોકરી કરે છે. મુકેશનો ભાઈ સીતારામે ગત તા.25 જુલાઈના રોજ પુણાગામ રવિપાર્ક સોસાયટીમા રહેતી કાજલ મનુભાઈ કાતરીયાને વતન ભગાડી ગયો હતો અને અજમેરમાં આર્યસમાજ ખાતે લગન્ કરી લીધા હતા. બીજાની તરફ કાજલના પિતાએ તેણીના ગુમ થવાની ફરિયાદ કાપોદ્રા પોલીસમાં નોંધાઈ હોવાથી મુકેશને પુછપરછ માટે બોલાવી પુછપરછ કરવામાં આવી હતી. તે વખતે મુકેશે પોલીસ સાથે સીતારામ સાથે હતી અને સીતારામે પોતે લગ્ન કરી લીધા હોવાનુ પ્રમાણપત્ર વોટ્સઅપ પર મોકલી આપ્યું હતું.

 

 

 

 

 

ત્યારબાદ મુકેશ ગત તા.30મી જુલાઈના રોજ રાત્રે 9 વાગ્યે નોકરી પરથી ઘરે જવા માટે નિકળ્યા હતા. ત્યારે સોસાયટીનાં ગેટ પાસે તેના મકાનનમાં નીચેના માળે તેની જેમ ભાડેથી રહેતા પરેશ આહિર અને દેવાંગ આંતરી બેસાડી પર બેસાડીને લક્ષ્મીપાર્ક સોસાયટી ગાર્ડનમાં લઈ ગયા ત્યાં તારો ભાઈ અમારા સમાજની છોકરી લઈને ભાગી ગયો છે તમારી શુ ઓકાત છે તારો ભાઈ ક્યા છે. તે અમને બતાવ તેમ કહી લાકડાના ફટકા અને પ્લાસ્ટીકના પાઈપથી ઢોર મારમાર્યો હતો તે વખતે ત્યાં અન્ય પંદર જેટલા સાગરીતો પણ આવી ઢોર મારમારતા અર્ધબેભન થઈ ગયો હતો. મુકેશને ત્યાંથી સ્વીફ્ટ કારમાં બેસાડી લક્ષ્મી પાર્ક સોસાયટીની પાછળ એક્સીસ બેન્કના એટીએમ વાળા મકાનના પહેલા માળે ગૌધી પગ બાંધી બહારથી દરવાજા બંધ કરી દીધો હતો. દરમ્યાન અવાર નવાર દેખરેખ કરવા આવતા પૈકી એક સાગરીત પાસેથી મુકેશે મોબાઈલ લઈ તેના ભાઈને જાણ કરતા તેના ભાઈએ 2 મિત્રોની મદદથી મુકેશ પ્રજાપતને મુકત કરાવ્યો હતો ત્યારબાદ મુકેશએ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application