સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને બેંકમાં કામ કરતા યુવકને એક ઇસમે આધારકાર્ડની કોપી આપવા માટે મળવા બોલાવ્યો હતો. યુવક આધારકાર્ડની કોપી લેવા માટે જતા ત્યાં હાજર ત્રણ ઇસમોએ તેમનું અપહરણ કર્યું હતું. બાદમાં ત્રણેય ઇસમોએ પાનના ગલ્લા પર લઇ જઇ તેને ગોંધી રાખી અન્ય એક ઇસમ સાથે મળી માર માર્યો હતો. બાદમાં યુવકને બાઇક પર બેસાડી પેટ્રોલ પંપ પર તેના પૈસાનું પેટ્રોલ પુરાવી યુવકના ઘરે લઇ ગયા હતા. જ્યાં તેની પાસેથી ઓરીજનલ ડોક્યુમેન્ટ અને મોબાઇલ લૂંટી લઇ અમારી લોન થઇ નથી. તે લોન માટે લીધેલા પૈસા પરત આપી મોબાઇલ લઇ જજે કહી ફરાર થઇ જતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડિંડોલી બસ સ્ટેશન પાસે આવેલ પ્રિયંકા સોસાયટીમાં રહેતો અભિનવ જે બેંકમાં નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે. સાંજે અભિનવ ઘરે હતો ત્યારે રાજકપુર સુનિલ યદવ (રહે.પ્લોટ નં.60 કલકુંજ સોસાયટી આસપાસ ગોડાદરા) એ તેને ફોન કરી આધારકારની એપી લઇ જવા માટે બોલાવ્યો હતો. જેથી અભિનવ અઢારકરની કોપી લેવા માટે જતા ત્યાં રાજકપૂરની સાથે રોહીત રાકેશ દુબે (રહે.પ્લોટ નં.60 કલકુંજ સોસાયટી આસપાસ ગોડાદરા) અને ચંદન શ્રીમહેશ્રી પ્રસાદ (રહે.પ્લોટ નં.60 કલકુંજ સોસાયટી આસપાસ ગોડાદરા) પણ ત્યાં હાજર હતા. જેઓએ અભિનવને ધમકી આપી બાઇક પર બેસાડી દીધો હતો. ત્યારબાદ અભિનવને સિમાડા બાપા સિતારામ ચોક પાસે આવેલ એક પાનના ગલ્લામાં લઇ ગયા હતા. જ્યાં વિધ્યધર રામજગ શુક્લા (રહે.પ્લોટ નં.60 કલકુંજ સોસાયટી આસપાસ ગોડાદરા) હાજર હતો.
આ તમામે એકસંપ થઇ પાનના ગલ્લાનો શટલ બંધ કરી તેને માર માર્યો હતો. ત્યારબાદ તેને બાઇક પર બેસાડી પેટ્રોલ પંપ પર લઇ ગયા હતા. જ્યાં અભિનવના પૈસાથી 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું. આ ઉપરાંત બાદમાં અભિનવના ઘરે જઇ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેના દસ્તાવેજના ઇન્ડેક્ષની કોપી લઇ લીધી હતી. આ ઉપરાંત તેનો મોબાઇલ લઇ લીધો હતો અને અમારી લોન થઇ નથી. તે લોન માટે જે પૈસા લીધા તે પરત આપી જા અને મોબાઇલ લઇ જા કહી ધમકી આપી હતી. જેથી અભિનવે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500