Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : કૌન બનેગા કરોડપતિમાં 25 લાખની લોટરી લાગી હોવાનું કહી 2 યુવકો સાથે છેતરપીંડી

  • August 01, 2021 

સુરત શહેરના રાંદેર રોડ વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક અને ઉન ગાર્ડન પાસે રહેતા શ્રમજીવી યુવકને ભેજાબાજે મોબાઈલમાં વોટ્સઅપ ઉપર કૌન બનેગા કરોડપતિમાં રૂપિયા 25 લાખની લોટરી લાગી હોવાનુ કહી જીએસટી ટેક્ષ, ફાઈલ ચાર્જ સહિતના અલગ-અલગ ચાર્જના બહાને કુલ રૂપિયા 3.53 લાખ પડાવી લીધા હતા.

 

 

 

 

 

સચીન જીઆઈડીસી પોલીસના જણાવ્યા મુજબ, ઉન ગાર્ડનની પાછળ નુરાની  મસ્જિદ પાસે રહેતા મો,સાહીદ અબ્દુલ સલામ શેખ (ઉ.વ.22) ઉનભીંડી બજારની પાછળ રાજ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ ખાતામાં ફોલ્ડીંગ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. મો,સાહીદના મોબાઈલ પર ગત તા.23મી એપ્રિલના રોજ અજાણ્યાએ વોટ્સઅપ મેસેજ આવેલ જેમા કૌન બનેગા કરોડપતિની પોસ્ટ મુકી હતી અને જેમાં 25 લાખની લોટરી લાગી છે જે લોટરીના પૈસા મેળવવા માટે લોટરી મેનેજર પ્રેમરાજ ઠાકુરને મોબાઈલ નંબર આપ્યો હતો. મો,સાહીદ શેખે આપેલા નંબર ઉપર ફોન કરતા સામેવાળાએ પોતાની ઓળખ કે.બી.સી.માં લોટરી મેનેજર રાણા પ્રતાપસિંહ તરીકે આપી હતી. અને પોતે એસબીઆઈ બેન્કમાં લોટરીનું કામકાજ સંભાળતો હોવાનૂ કહી બેન્ક એકાઉન્ટ નંબર આપ્યો હતો. લોટરીમાં તમામ રૂપિયા તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશુ તેમ કહી મો,સાહીદ પાસેથી બેન્ક એકાઉન્ટ નાન્બે લીધો હતો. 24 એપ્રિલના રોજ ફરી રાણા પ્રતાપસિંહે વોટ્સઅપ કોલ કરી ફાઈલ ચાર્જ, જીઅસેટી ટેક્ષ સહિતના અલગ-અલગ ચાર્જના બહાને કુલ રૂપિયા 37,100/- જમા કરાવ્યા બાદ છેતરપિંડી કરી હતી.

 

 

 

 

 

જયારે બીજા બનાવમાં રાંદેર પોલીસના જણાવ્યા મુજબ, રાંદેર તીનપત્તી પાસે અમીન પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા અને રીક્સા ચલાવતા મહેબુબ અકબરઅલી ચમાવાલા (ઉ.વ.41) ની દીકરી હુમેરાના મોબાઈલના ગત તા.3 મેના રોજ વોટ્સઅપ ઉપર અજાણ્યા નંબર પરથી વોટ્સઅપ મેસેજ આવ્યો હતો.  જેમાં નમસ્કાર વિજય કુમાર ફોમ કે.બી.સી કૌન બનેગા કરોડપતિ મુંબઈ લખેલુ હતું તેની નીચે આપનો વોટ્સઅપ નંબર કેબીસી સીમકાર્ડ લકી ડ્રો કોમ્પીટીશનમાં સીલેકટ થયો છે અને તમે કેબીસી કેસ રૂપિયા 25 લાખ જીત્યા છો. પ્લીઝ કોન્ટેકટ કેબીસી ઓફિસ મેનેજર રાણા પ્રતાપસિંહ લખી તેનો મોબાઈલ નંબર લખ્યો હતો. જેથી હુમેરાએ મોબાઈલ નંબર પર ફોન કરી આપ કેબેસીમે સે રાણા બાત કર રહે તો હા પાડી હતી અને ત્યારબાદ આપકા લોટરી નંબર ચેક કર લેતા હુ તેમ કરી થોડાવારમાં 25 લાખની લોટર લાગી છે તેમ કહી લોટરીના પૈસા મેળવવા માટે અલગ-અલગ ચાર્જના બહાને કુલ રૂપિયા 3,14,100/- ટ્રાન્સફર કરાવી પડાવી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application