Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવામાંથી ચોરી થયેલ મોટરસાઈકલ સાથે કામરેજ પોલીસે ઈસમને ઝડપી પાડ્યો

  • June 16, 2021 

સુરત જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને કામરેજ પોલીસે ખોલવડ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 પરથી ચોરીની મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે, કામરેજ તાલુકાનાં ખોલવડ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર-48 ઉપર આવેલ જલારામ શો-રૂમની નજીકથી મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી એક મોટરસાયકલ સાથે એક ઈસમને પસાર થનાર છે. જેના આધારે કામરેજ પોલીસની ટીમે બાતમીના વર્ણન મુજબ મોટરસાયકલ પર એક વ્યક્તિ કેતન અરવિંદ પટેલ (ઉ.વર.29) આવતા પોલીસે તેને પકડી લીધો હતો અને પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, મોટરસાયકલ મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી હોય કામરેજ પોલીસે તેની ધરપકડ કરી મહુવા પોલીસને કબ્જો આપવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application