Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજ પોલીસે ચોરીની મોપેડ સાથે એક યુવકને ઝડપી પાડ્યો

  • October 06, 2021 

સુરતના કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં આવેલા નહેર રોડથી બાપા સીતારામ ચોકમાંથી ચોરીની મોપેડ સાથે, અમદાવાદના બાપુનગર પોલીસ મથકના મોટરસાઇકલ ચોરીના યુવકને ચોરીની ગાડી સાથે કામરેજ પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસ સ્ટેશનના પી.આઇ.ની આગેવાનીમાં કામરેજ પોલીસ મથકના કર્મીઓ જુદા-જુદા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે સમય દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં આવેલા નહેર રોડથી બાપા સીતારામ ચોકમાંથી ચોરીની મોપેડ સાથે એક યુવક પસાર થવાનો છે. જેને કાળા કલરનું શર્ટ અને પેન્ટ પહેરેલુ છે. જે બાતમીના આધારે કામરેજ પોલીસ સ્ટાફના માણસોએ યુવકને તે સ્થળેથી ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસની પૂછપરછ દરમિયાન યુવકનું નામ મેહુલભાઈ ભુવનભાઈ ગોહિલ (ઉ.વ.25, રહે. જે.બી.ફાર્મ, બાપા સીતારામ ચોક કામરેજ) હોવાનું જાણવા મળ્યું હતુ. પકડાયેલા યુવક પાસેથી નંબર વગરની એકટીવા મોપેડ જેની કિંમત રૂપિયા 40 હજાર હતી જે પોલીસે કબ્જે કરી હતી. પકડાયેલા યુવક પર અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.374 હેઠળ ગુનો દાખલ કર્યો  હતો. જેથી કામરેજ પોલીસ દ્વારા તે આરોપીને અમદાવાદના બાપુનગર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application