Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ મકાનમાંથી વિદેશી દારૂનો 3.44 લાખનો જથ્થો કડોદરા પોલીસે પકડી પાડ્યો

  • October 26, 2021 

સુરતના કડોદરા જીઆઈડીસી પોલીસ રવિવારના રોજ મોડી રાત્રીએ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે, તાંતીથૈયા ગામની વી.કે.હોમ્સ નામની સોસાયટીના મકાન નંબર-112માં વિદેશી દારૂ સંતાડી રાખેલ છે જે બાતમી આધારે કડોદરા પોલીસે બાતમીના આધારે રેડ કરતા બાતમીવાળા મકાનને તાળું માર્યું હતું જે તોડી મકાનમાં તપાસ કરતા મકાનની અંદરથી વિદેશી દારૂની 2386 નંગ બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 3.44 લાખ હતો. જોકે, વધુ તપાસ હાથ ધરતા પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે, સુનિલ નામના ઇસમે આ રૂમ ભાડે રાખી દારૂ અહીં મુક્યો હતો. આમ, કડોદરા પોલીસે સુનિલ સહિત આ મામલે સંડોવાયેલા અન્ય એક ઈસમ મળી બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application