સુરતના અંત્રોલી ગામ નજીકથી પોલીસે છેલ્લા બે વર્ષથી લોકોને વિશ્વાસ લઈ કામ માટે બાઈક માંગ્યા બાદ ચોરી કરી જતાં ઈસમને કડોદરા પોલીસે પાંચ બાઈક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા જી.આઇ.ડી.સી.પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે, લોકોને વિશ્વાસમાં લઈ કામ માટે બાઈક માંગ્યા બાદ તે બાઈક લઈને ભાગી જનાર ઈસમ અંત્રોલી ગામ નજીક આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે અંત્રોલી ગામે સુરત કડોદરા રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ ઈસમ આવતા જ તેને પકડી લીધો હતો અને પૂછપરછમાં તે લોકોને વિશ્વાસમાં લઈ બાઈકની ચોરી કરતો હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેની પાસેથી પાંચ બાઈક મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1.10 લાખ હતી જે પોલીસે કબ્જે કરી હતી ત્યારબાદ પોલીસે તેનું નામ પૃથ્વીરાજસિંહ ઉર્ફે શબરી ઉર્ફે મછરા સરદારસિંહ ગોહિલ (રહે.ઓલપાડ) હોવાનું જણાવ્યુ હતું. બનવા અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application