કડોદરા પોલીસને કડોદરા નગર માંથી એક મહિલા નધણીયાતી હાલતમાં મળી આવી હતી. જેને પૂછપરછ કરતા મહિલા મુંબઈથી સુરત આવી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા ગુમ થવા અંગે મુંબઈના એક પોલીસ મથકના ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકના એ.એસ.આઈ.નો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન કડોદરામાં આવેલ નીલમ હોટલ સામેથી એક સ્ત્રી નધણીયાણી હાલતમાં મળી આવી હતી અને તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ શીતલબેન વિશાલભાઈ ગુપ્તા (ઉ.વ.19, હાલ રહે. 116 નવતરુણ નાઈક નગર એમ.એસ. રોડ,મુંબઈ) જણાવ્યું હતું. પોલીસે મહિલા પાસેથી માહિતી મેળવી તેના માસીના દીકરા અવધેશ હરીશચંદ્ર ગુપ્તાનો સંપર્ક કરતા કડોદરા પોલીસને જાણવા મળ્યું હતું કે, પરિણીતા શીતલ રક્ષાબંધન નિમિતે પોતાના ભાઈ પાસે મુંબઈ ખાતે આવી હતી. બાદ માનસિક તાણના કારણે કોઈને કશું કહ્યા વિના ત્રણ દિવસ અગાઉ ગત તા.6 સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે ચાલી આવી હતી અને ત્યારબાદ કડોદરા ચાલી આવી હતી પરિણીતાના ગુમ થવા અંગે મુંબઇના એન્ટોપ હિલ પોલીસ મથકમાં ગત તા.6 સપ્ટેમ્બરના રોજ જાણવા જોગ ફરિયાદ દાલખ કરવામાં આવી હતી. કડોદરા પોલિસે મહિલાના માસીના દીકરા અવધેસનો સંપર્ક સાધી કડોદરા પોલિસ મથક બોલાવી કબ્જો સોંપવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application