Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલા પર જીવલેણ હુમલો કરનાર ગાંજાના વ્યાપારીને કડોદરા પોલીસે ઝડપી પાડ્યો

  • June 18, 2021 

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસનાં ઇન્ચાર્જ પી.આઈ.ને મળેલ બાતમીના આધારે, વરેલી ખાતે ગલ્લો ચલાવતી મહિલા પર લોખંડનાં સળિયા વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને કડોદરા પોલીસે જાહેરમાંથી ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ દ્વારા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાય હતી. તેનાં સંદર્ભે પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પી.આઈ. ધળુક દ્વારા ટીમ બનાવી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે પી.આઈ. ને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે, વરેલી ખાતે ગલ્લો ચલાવનાર મહિલાને અવાર-નવાર હેરાન કરતો અને ગણત્રીનાં દિવસો પહેલા જ નશાની હાલતમાં તેને માથાનાં ભાગે લોખંડનો સાડીયો મારી ઘાયલ કરનાર ગાંજાનો વ્યાપારી ધીરેન્દ્ર પ્રતાપસિંગ રાજપૂત (ઉં.વ. ૩૨) જે કડોદરા ખાતે આવેલ ચામુંડા હોટલ સામે જોવા મળ્યો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળ પર જઈ તપાસ કરતા તે ઈસમ ત્યાં હોય જેથી પોલીસ દ્વારા તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application