સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે એક કોમ્પ્લેક્સ માંથી જુગાર રમતા પાંચ ઈસમોને કડોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઈસમો પાસેથી કુલ રૂપિયા 16,560/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે, પલસાણાનાં વરેલી ગામે વલ્લભનગરમાં આવેલ મારૂતી કોમ્પ્લેક્સ ખાતે બીજા માળની ગેલેરીમાં મુનરાજ પાંડે નામનો ઈસમ કેટલાય અન્ય લોકોને ભેગા કરી જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈ રેડ કરી ત્યાં જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી મુનરાજ ગોકુલપ્રસાદ પાંડે, રાજેશ ત્રિવેણિસિંગ રાજપૂત, રામલખન રામઅવધભાઈ ગુણ, જગદીશ ગીરજાભાઇ સોની અને મદનગોપાલ રાજાબાબુ મિશ્રાના ઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે દાવ પર લાગેલ રૂપિયા ૧૯૬૦/- તેમજ તમામની અંગઝડતીના રૂપિયા ૪૬૦૦/- તથા ૨ નંગ મોબાઈલ આમ કુલ મળી રૂપિયા ૧૬,૫૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500