Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જોળવા ગામે યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • July 30, 2021 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં જોળવા ખાતે આવેલ સ્વર્ગ રેસીડન્સીમાં રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણસર વીજપોલ સાથે શર્ટ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં જોળવા ખાતે આવેલ સ્વર્ગ રેસીડન્સી વિભાગ-2માં રહેતા મહેશભાઇ સીતારામભાઇ બંજારા (ઉ.વ.38) નાઓએ કોઈ અગમ્ય કારણસર રાત્રિના સમયે તેમના ઘરની સામે ખુલ્લી જગ્યામાં આવેલ વીજપોલ સાથે શર્ટ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે તેમની પત્ની સરલાબેને પલસાણા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application