Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પત્નીની છેડતી કર્યાની અદાવત રાખી પતિએ યુવક પર લોખંડના પાઈપ વડે કર્યો જીવલેણ હુમલો

  • July 03, 2021 

પુણાગામ વિસ્તારમાં આવેલ માન સરોવર સ્કૂલની સામે શાકભાજી માર્કેટમાં એક યુવક બેઠો હતો. આ સમયે અન્ય એક ઇસમ લોંખડનો પાઇપ લઇને ત્યાં આવ્યો હતો અને યુવકના માથામાં ઉપરાછાપરી ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. બનાવને પગલે યુવક લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. બનાવને પગલે પુણા પોલીસે હુમલાખોર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ઇજાગ્રસ્ત યુવકે પાંચ વર્ષ અગાઉ હુમલાખોરની પત્નીની છેડતી કરી હતી જેની અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પુણાગામ સારોલી કેનાલ રોડ પર રંગ અવધૂત રો-હાઉસમાં રહેતો દિનેશ વીરસીંગભાઇ બારૈયા અગાઉ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. જોકે બાદમાં કામ છૂટી જતા હાલમાં તે બેકાર જીવન ગાળી રહ્યો છે. દિનેશ પુણાગામમાં માન સરોવર સ્કૂલની સામે આવેલ શાકભાજી માર્કેટમાં એકલો બેઠો હતો. ત્યારે સાંજે ૬ વાગ્યાના અરસામાં અજીતભાઇ ગોપાલભાઇ મહેરા (રહે.ઘર નં-૧૩૮ રાધા સ્વામી સોસાયટી ,રણુજા ધામ સોસાયટીની બાજુમાં પુણાગામ) લોખંડનો પાઇપ લઇને ત્યાં આવ્યો હતો. દિનેશ હજુ કઇ સમજે તે પહેલા જ અજિતે લોખંડના પાઇપ વડે તેને માથામાં ઉપરાછાપરી ઘા મારી હત્યાની કોશિશ કરી હતી.

 

 

 

 

હુમલા બાદ અજિત ત્યાંથી ભાગી ગયો હતો. બનાવને પગલે સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં હાલમાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે દિનેશના ભાઇ મહેશે અજિત સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી. વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, દિનેશે પાંચ વર્ષ અગાઉ અજિતની પત્નીની છેડતી કરી હતી. આ વાતની અદાવત રાખીને અજિતે દિનેશની હત્યાની કોશિશ કરી હતી. બનાવને પગલે પુણા પોલીસે અજિત સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application