Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રામપરામાં રાત્રે ગેંગવોર, જુની ઝઘડાની અદાવતમાં કુખ્યાત બુટલેગરના ભાઈ ઉપર જીલવેણ હુમલો

  • August 11, 2021 

રામપુરા વિસ્તારમાં ગતરોજ મોડીરાત્રે જુના ઝઘડાની અદાવતમાં ગેંગવોર થયો હતો. માથાભારે મોસીન કાલીયાએ તેના સાગરીતો સાથે કુખ્યાત બુટલેગર વલ્લીઉલ્લાના પુત્ર અને તેના ભાઈની હત્યા કરવાના ઈરાદે ધાતક હથિયારો સાથે ધસી જઈ હુમલો કર્યો હતો જેમાં એક જણાને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હુમલામાં ફાયરિંગની પણ થયું હોવાની ચર્ચા છે. ગેંગવોરની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રામપુરા રાજાવાડી ડાયાભાયની ચાલ ખાતે રહેતા બરકત ઈનાયતખાન પઠાણ (ઉ.વ.37)ની રામપુરા મસાલસી વાડની સામે હમ્દ પાર્ક એપાર્ટમેન્ટમાં ઓફિસ આવેલી છે. ગતરોજ રાત્રે બરકત અને એઝાઝ અન્સારી ઓફિસમાં બેઠા હતા. તે વખતે માથાભારે મોસીમ ઉર્ફે કાલીયો સબીરખાન (રહે.હોડી બંગલા), એઝાઝ ઉર્ફે લાલુ વારસી (રહે.વારસી ટેકરો હોડી બંગલા), આસીફ તલવાર ઉર્ફે આસીફ કેલા (રહે.ગંધ્વાળ ટેકરો સલાબતપુરા), વસીમ ડોફો, ઓસામા, મોઈનુદીન સૈયદ અને મોસીમનો ભાણીયો ઉમર જુના ઝઘડાની અદાવતમાં ધાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ગાડીઓની તોડફોડ કરી બરકતખાન ઉપર તલવારથી હુમલો કરતા તેના હાથની આગંળી કપાઈ તુટી ગઈ હતી. આરોપીઓએ જતા-જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગેંગવોરના બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યુ છે. બનાવની જાણ થતા લાલગેટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવ અંગે પોલીસ બરકતખાનની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

જુગાર-દારૂના ધંધાની હરિફાઈમાં હુમલો થયો હોવાની ચર્ચા

 

રામપુરા વિસ્તારમાં એવી ચર્ચાઓ ઉઠવા પામી છે કે, ઇજાગ્રસ્ત બરકતખાન પઠાણ એક સમયના રેલ્વેની હદમાં દારૂનો ધંધો કરતા કુખ્યાત બુટલેગર વલ્લીઉલ્લાનો ભાઈ છે. અને બરકતખાન પોતે પણ દારૂનો ધંધો કરે છે. જયારે બીજી તરફ હુમલો કરનાર મોસીમ ઉર્ફે કાલીયો જુગાર અને વાલુ વારસી દારૂનો ધંધો કરે છે. આ બંને ગેંગ વચ્ચે લાલગેટ વિસ્તારમાં પોતે દારૂ-જુગારનો ધંધો કરે તે વર્ચસ્વની લડાઈ હોવાનુ કહેવાય છે અને તેને લઈને બે મહિના પહેલા પણ મોસીમ કાલીયાએ બરકતખાનની ઓફિસમાં તોડફોડ કરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application