માંગરોળના વસ્તાન ગામે જીઆઈપીસીએલ કંપનીના ગ્રીન બેલ્ટ વિસ્તારમાં દીપડી આંટાફેરા મારતી હતી તેમજ ગામની આદિવાસી પશુપાલક વિધવા મહિલાની ચરતી ગાયનું પણ મારણ કર્યું હતું. મૂંગા પશુઓ તેમજ મરઘાનું મારણ કરતા આવી વારંવારની બનતી ઘટનાથી તમામ ગ્રામજનોમાં તેમજ આજુબાજુના લોકોમાં ફડફડાટ ફેલાય ગયો હતો. જયારે આ ઘટનાની જાણ ગામના પૂર્વ ઉપસરપંચને થતા વાંકલ વનવિભાગ રેન્જના આર.એફ.ઓ.ને કરતા વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રણ વર્ષની દીપડી પાંજરે પુરાતા તમામ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application