ઉધનાનાં પાંડેસરા વિસ્તારમાં ફાઈનાન્સરે પોતાની જ ઓફિસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો હતો. નવી સિવિલ પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મહેસાણાના ઊંઝાના વતની અને પાંડેસરા મિલન પોઈન્ટ શ્લોક રેસિડન્સી સી/1-201માં રહેતા રાકેશભાઈ અંબાલાલ પટેલ (ઉ.વ.45) પાંડેસરા નોવા કોમ્પલેક્ષની બાજુમાં ચામુંડા ફાઈનાન્સના નામે ફાઈનાન્સનો વેપાર કરતા હતા.જયારે ગતરોજ મોડે સુધી તે ઘરે નહીં આવતા તેમના પુત્ર અનિકેતે મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો. પણ તે ફોન પણ ઉપાડતા ન હોય અનિકેત મિત્ર પાર્થને જાણ કરી ઓફિસે પહોંચ્યો ત્યારે રાકેશભાઈ ઓફિસમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. અનિકેતે મિત્ર પાર્થને જાણ કરી હતી અને તેની કારમાં પિતાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. રાકેશભાઈનો ફાઈનાન્સનો ધંધો કોરોના બાદ બરાબર ચાલતો ન હોતો. આથી તે આર્થિક તકલીફમાં હતા. તેથી તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application