Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી નગરમાં આ રૂટ પ્રમાણે કરાશે ગણેશ વિસર્જન સાથે નિયમોનું કરવાનું રહેશે પાલન

  • September 14, 2021 

બારડોલી નગરનું ગણેશ વિસર્જન યાત્રાની પરંપરા આ વખતે બદલાશે. બારડોલીના તેન ગામના તળાવમાં રવિવારે નગરની શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવનાર હોવાથી, સોમવારે બારડોલી મામલતદારે નગરમાંથી પસાર ગણેશ વિસર્જનયાત્રા માટે રૂટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષોથી રેલવે સ્ટેશન ચાર રસ્તા પરથી ગૌરવપથ પર શ્રીજીની શોભાયાત્રા નીકળતી હતી, પરંતુ આ વખતે સ્વરાજ આશ્રમથી ગણેશ વિસર્જન માટેની શોભાયાત્રાની શરૂઆત થશે. જે સ્ટેશન રોડ થઈ અલંકાર સિનેમા થઈ તળાવ પર પહોંચશે. જ્યારે લીમડા ચોક વિસ્તારના ગણેશ મંડળો સુરતી જકાતનાકા થઈ કડોદરા રોડ થઈ તેન ગામના તળાવ પર બપ્પાને વિસર્જન માટે લઈ જવાનો રૂટ બનાવ્યો છે. 3  થી 4  કિમીનો શોભા યાત્રાનું રૂટ રહેતા, ગણેશભક્તો આનંદ ઉલ્લાસ સાથે શ્રીજીને વિસર્જન કરી શકશે. જોકે, વિસર્જનયાત્રા દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

 

 

 

 

 

ગણેશ મંડળોએ વિસર્જન માટે સવારથી સાંજ સુધીના નક્કી સમય સુધીમાં પહોંચી જવાનું પણ રહેશે. વિસર્જન સુધીમાં રસ્તાઓ ખુલ્લા બંધ કરવા પહેલા પોલીસ વિભાગ પાછળથી સૂચના જાહેર કરશે. હાલ માત્ર રૂટ નક્કી કરવામાં આવ્યા છે. વર્ષોથી નગરમાં સ્ટેશન ચાર રરસ્તાથી ગૌરવપથ પરથી નીકળતી અંદાજિત 3  કિમીની શ્રીજીની શોભાયાત્રા દક્ષિણ દિશામાં આગળ વધી,  લીમડા ચોકથી પૂર્વ દિશા તરફ આગળ વધી મીંઢોળા નદીમાં ગણેશજીનું વિસર્જન કરાતું હતું હતું. પરંતુ આ વખત સ્વરાજ આશ્રમથી શ્રીજીની શોભાયાત્રા ઉત્તર દિશા તરફ આગળ વધી, રેલવે સ્ટેશન ચાર રસ્તાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી, તળાવમાં વિસર્જન કરાશે.

 

 

નિયમો

 

  • 2 ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી ગણેશજીની પ્રતિમા તેમજ મંગલ મૂર્તિનું ઘરે જ વિસર્જન કરવાનું રહેશે.
  • 2 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી ગણેશજીની મૂર્તિઓને 15 ભક્તોની મર્યાદામાં એક વાહન મારફતે વિસર્જન સ્થળે જવાનું રહેશે.
  • કોવિડ ગાઈડ લાઈનનું પાલન થાય તે માટે પોલીસ અધિકારીઓ ગણેશ મંડળોને વિસર્જન માટે ટોકન સાથે ટાઈમ સ્લોટ ફાળવવામાં આવશે. તે મુજબ પહોંચવાનું રહેશે.
  • ગણેશ મંડળોએ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધીમાં વિસર્જન સ્થળે પહોંચવાનું રહેશે

 

 

વિસર્જન યાત્રા અંદાજે 3 થી 4 કિમીનું અંતર કાપી બારડોલીથી થઈ તેન પહોંચશે

 

  • મંડળોએ મૂર્તિના વિસર્જન માટે સ્વરાજ આશ્રમ ગૌરવપથ પરથી શરૂઆત કરી, સ્ટેશન રોડ, રેલવે સ્ટેશન, અલંકાર સિનેમા, પંચવટી પાર્ક થઈ તેનના તળાવ પર પહોંચવાનું રહેશે. અંદાજીત 3 કિમીનો રૂટ નક્કી કરાયો છે.
  • લીમડાચોક વિસ્તારના મંડળોએ સુરતી જકાતનાકાથી કડોદરા રોડ, ગોલ્ડન હોટલ થઈ, કેનાલ રોડથી તેનના તળાવ પહોંચવાનું રહેશે. જે અંદાજીત 4 કિમીનો રૂટ નક્કી કરાયો છે.
  • દરેક ગણેશ મંડળોએ નક્કી રૂટ મુજબ જ વિસર્જનના સ્થળે પહોંચવાનું રહેશે.
  • નગરના રસ્તાઓ પર ટ્રાફિક નિયમનને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ કયો રસ્તો ચાલુ રહેશે અને કયો રસ્તો બંધ રહેશે, જે અલગથી સૂચના જાહેર કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application