સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં બાબેન ગામે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના એટીએમ મશીનમાં રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ એક અસ્થિર મગજના પરપ્રાંતીય યુવકે કેબિનમાં પ્રવેશ કરી મશીન સાથે છેડછાડ કરતાં મુખ્ય ઓફિસમાં સાઇરન વાગતા જ સિક્યુરિટીના માણસો દોડતા થતાં હતા અને સ્થાનિક ગ્રામજનોએ આ યુવકને પકડીને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બાબેન ગામે ગ્રામપંચાયતની ઓફિસ નજીક સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની બ્રાન્ચની બાજુમાં એટીએમ મશીન આવેલ છે. આ મશીનના કેબિનમાં રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ એક અસ્થિર મગજનો પરપ્રાંતીય યુવક હાથમાં પ્લાસ્ટિકના પાઇપ લઈ ઘૂસી ગયો હતો અને તેને એટીએમ મશીન તેમજ અન્ય સિસ્ટમ સાથે છેડછાડ કરતાં ડિસ્ટ્રિક્ટ બેન્કની મેઇન શાખામાં સિક્યુરિટી એલર્ટ સાઇરન વાગ્યું હતું. જેથી તાત્કાલિક એટીએમ મશીનની દેખરેખની જવાબદારી સંભાળતા સિક્યુરિટી એજન્સીના કર્મચારી અને અધિકારીઓનો સંપર્ક કરી જાણ કરવામાં આવી હતી. બીજી તરફ સ્થાનિકો પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આ યુવકને ઝડપી લઈ મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવક અસ્થિર મગજનો જણાઈ રહ્યો છે. જોકે, સમગ્ર ઘટના અંગે હજુ પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application