સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરતી મહિલાના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું ડુપ્લીકેટ ચાવીથી ખોલી પ્રવેશેલો ચોર બેડરૂમમાં કબાટમાં કપડાં નીચે મુકેલી ચાવીથી તિજોરી ખોલી રોકડા રૂપિયા 1.08 લાખ અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.70 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લાલગેટ બેન્ક ઓફ બરોડાની સામે ઘર નં.11/1649 સાદેકા એપાર્ટમેન્ટના બીજા માળે 11 વર્ષીય પુત્રી સાથે રહેતા 29 વર્ષીય રુકસારબાનુના પાંચ વર્ષ અગાઉ છૂટાછેડા થયા છે. સગરામપુરા પુતળી મલબારીનો ટેકરો ખાતે બ્યુટી પાર્લરમાં નોકરી કરતા રુકસારબાનુ ગત મંગળવારે બપોરે બે વાગ્યે ઘરના મુખ્ય દરવાજાને તાળુ મારી નોકરી ઉપર ગયા હતા. રુકસારબાનુ નોકરીએ ગયા બાદ ચોર બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું ડુપ્લીકેટ ચાવીથી ખોલી પ્રવેશેલો ચોર બેડરૂમમાં કબાટમાં કપડાં નીચે મુકેલી ચાવીથી તિજોરી ખોલી રોકડા રૂપિયા 1.08 લાખ અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.70 લાખની ચોરી ફરાર થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application