Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગ્રાઉન્ડ ફલોરના સ્લેબના ભાગમાં જોરદાર ધડાકો, ટ્રેકટરના ટ્રોલીનો ભાગ નીચે બેઝમેન્ટમાં લટક્યો

  • October 13, 2021 

સુરતના વરાછા વિસ્તારના મીનીબજાર નજીક સવાણી રોડ પર જી.કે ચેમ્બર્સ જુનું થઇ ગયુ હોવાથી રિવોનેશનની કામગીરી શરૂ કરી હતી. જેથી ગતરોજ બપોરના સમયે  ગ્રાઉન્ડ ફલોર પર પાર્કિગના ભાગે રેતી ભરેલુ ટ્રેકટર આવ્યુ હતુ. તે સમયે અચનાક ગ્રાઉન્ડ ફલોરના સ્લેબના ભાગમાં જોરદાર ધડાકા સાથે ગાબડુ પડયુ  હતુ. જે ગાબડામાં ટ્રેકટરના ટ્રોલીનો ભાગ નીચે બેઝમેન્ટમાં લટકી ગયો હતો. તુટેલા સ્લેબના ભાગ અને ટ્રેકટરની રેતી બેઝમેન્ટમાં પાર્ક કરેલી 8 થી 10 બાઇક પર પડતા દબાઇ ગઇ હતી.  લોકોએ  કાટમાળ નીચે દબાઇ ગયેલી મોટરસાઇકલો બહાર કાઢી હતી. ઘટના અંગે ફાયર અધિકારીને જાણ થતા તરત ફાયર જવાનો સાથે દોડી આવ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી. જયારે આ ઘટનામાં કોઇપણ પ્રકારની ઇજા કે જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સુત્રોએ કહ્યુ હતુ. નોધનીય છે કે, આ ચેમ્બર્સને રિંપેરીંગ કામ કરવા માટે વરાછા ઝોનના અધિકારીએ અગાઉ નોટીસ આપી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application