સુરતના રિંગરોડ સુરત ટેક્ષટાઈલ માકેટના વેપારી પાસેથી 30 દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનો વાયદે ગ્લોબલ માર્કેટના વેપારીએ કુલ રૂપિયા 9.25 લાખનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી દુકાન બંધ કરી નાસી ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પુણાગામ કુંભારીયા બ્રીજ પાસે મોર્ડન ટાઉન સોસાયટીમાં રહેતા રામપ્રતાપ શંકરલાલ ચાંડક (ઉ.વ.46) રિંગરોડ સુરત ટેક્ષટાઈલ માકેટમાં શ્રી ગણેશ ફે્બ્રીક્સ ફર્મના નામે દુકાન ધરાવે છે. રામપ્રતાપ પાસેથી ગત તા.5 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી 2021ના સમયગાળામાં સહારા દરવાજા ઉમરવાડા ગ્લોબલ માકેટમાં વંશીકા ટેક્ષના નામે ધંધો કરતા ઉગમરામ માંગીલાલાજી શર્માએ 30 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપી કુલ રૂપિયા 9,25,734/-ના ટોપ ડાઈડ અને બલાટન સાડીનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા રામપ્રતાપ ચાંડકે ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ પસાર કરી પેમેન્ટ નહી ચુકવી દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application