કતારગામ લલીતા ચોકડી વિસ્તારમાં રહેતા રત્નકલાકારને સાથી રત્નકલાકાર મિત્રને તેનો ક્રેડિટ કાર્ડ વાપરવા માટે આપવાનુ ભારે પડ્યું છે. મિત્રએ ઘરના કામકાજ માટે પૈસાની જરૂર છે હોવાનું કહી બે મહિના માટે કાર્ડ વાપરવા માટે લીધા બાદ રૂપિયા 2 લાખની ખરીદી કર્યા બાદ ભરપાઈ કરવાની ના પાડી દેવાની સાથે કાર્ડ પરત નહી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તો બીજી તરફ બેન્ક દ્વારા પેનલ્ટી સાથે નોટિશ ફટકારતા રત્નકલાકારે રૂપિયા 22 હજાર ભોગવ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કતારગામ લલીતા ચોકડી નીલકંઠ સોસાયટીમાં રહેતા કીર્તીભાઈ ચેહરાભાઈ સુથાર (ઉ.વ.44) કાપોદ્રામાં આવેલ ધામેલીયા હીરાના ખાતામાં હીરા મજુરી કામ કરી પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનનું ભરણપોષણ કરે છે. ગત તારીખ 15 જુલાઈ 2019ના રોજ કીર્તિભાઈ પાસેથી તેની સાથે હીરા મજુરી કામ કરતા તેના મિત્ર સંજય પરસોત્તમ વેગડ (રહે.સગુન એર્પાટમેન્ટ સીતાનગર ચોકડી કતારગામ)એ સીતારામ ચોક પાસે મળવા માટે બોલાવ્યો હતો અને ઘરના કામકાજ માટે પૈસાની જરૂર છે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી આપો તમારા તમામ પૈસા હું ભરી આપીશ હોવાનું વિશ્વાસ ભરોસો આપ્યો હતો જેથી કીર્તીભાઈએ તેને એચડીએફસી બેન્કનો ક્રેડીટ કાર્ડ બે મહિનામા માટે વાપરવા માટે આપ્યો હતો. સંજયએ ક્રેડીટ કાર્ડમાંથી રૂપિયા 2 લાખ કામ અર્થ ઉપાડી વાપરી નાંખ્યા હતા. ત્યારબાદ કીર્તીભાઈએ પૈસા ને કાર્ડની માંગવા છતાંયે આજદીન સુધી આપ્યા ન હતા અને કાર્ડમાંથી ઉપાડેલા રૂપીયા પણ ભરપાઈ કર્યા ન હતા તેમજ તેની સામે આપેલા બે ચેક પણ રિર્ટન થયા હતા.
કીર્તીભાઈએ અવારનવાર પૈસા અને કાર્ડની માંગણી કરતા સંજય વેગડ તેના ભાઈ કિશોર અને હિતેશ ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી તારુ ક્રેડીટ કાર્ડ કે પૈસા પરત આપવાના નથી તારાથી થાય તે કરી લે જે તેવી વાત કરી છેતરપિંડી કરી હતી અને બીજી તરફ એચડીએફસી બેન્ક દ્વારા પેનલ્ટી ભરવા અંગે નોટિશ આવતા કીર્તીભાઈએ રૂપિયા 22,600/- ભર્યા હતા. બનાવ અંગે પોલીસે કીર્તીભાઈની ફરિયાદ લઈ બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500