સુરતના ભટાર આઝાદ નગરના રત્ન કલાકારને મદદ કરવાનું ભારે પડ્યુ હતુ. રત્ન કલાકાર કતારગામ નંદુ દોષીની વાડીમા મની ટ્રાન્સફરમાં પૈસા નાખવા જતી વખતે એક અજાણ્યા યુવકે ખોટી ઓળખ આપી લીફટ મેળવી હતી. ત્યારબાદ માવો લઇને આવુ છું તેમ કહી રત્ન કલાકારની મોપેડ લઇને ભાગી છુટ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્ર રત્નાગીરી જીલ્લાના મોરવડે ગામના વતની અને હાલ ભટાર તડકેશ્વર સોસાયટીની બાજુમા આઝાદ નગરમાં રહેતા વિશાલભાઇ કૃષ્ણાભાઇ જાધલે કતારગામ નંદુ દોષીની વાડીમા ધરમ એક્ષ્પોર્ટ ડાયમંડમા રત્ન કલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.૧૪મી ઓકટોબરના રોજ સવારના સમયે વિશાલભાઇ મની ટ્રાન્સફરમાં પૈસા નાખવા માટે પાર્કીગમાં મુકેલી મોપેડ પાસે આવ્યા હતા. ત્યારે એ ક અજાણ્યો યુવક તેમની પાસે આવીને જણાવ્યું હતુ કે, કાકા હું આ બિલ્ડીંગના ત્રીજા માળે કામ કરૂં છું તેવી ખોટી ઓળખ આપી વિશાલભાઇનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ તમે ક્યાં જાવ છો તેમ પુછતા વિશાલભાઇએ ગોટાલાવાડી ટેનામેન્ટ જાઉં છું તેમ કહેતા અજાણ્યા યુવકે મને પણ લેતા જાઓ તેમ કહેતા વિશાલભાઇએ તેને મોપેડની પાછળ બેસાડી દીધો હતો.
ત્યારબાદ કતારગામ ટેનામેન્ટ પાસે આવેલી સોહમ મોબાઇલ શોપની બહાર વિશાલભાઇએ મોપેડ પાર્ક કરી ચાવી કાઢી રહ્યા હતા. ત્યારે અજાણ્યા યુવકે વિશાલને જણાવ્યું હતું કે, હું થોડીવારમાં માવો લઇને આવું છું તેમ કહી તેની મોપેડ લઇ ગયો હતો. પરતુ થોડા સમય પછી અજાણ્યો યુવક મોપેડ લઇને પરત ન આવતા વિશાલભાઇએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેની માહિતી મળી ન હતી. પોતાની સાથે વિશ્વાસઘાત થયા હોવાનું ભાન થતાં કતારગામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500