સુરત શહેરના રીંગરોડ કમેલા દરવાજાથી ઉન પાટીયા સ્થિત કતલ ખાને પીકઅપ વાનમાં 5 ભેંસને લઇ જતા ચાલક અને ક્લીનરને ગૌસેવકોએ ઝડપી પાડી પાંડેસરા પોલીસને હવાલે કર્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીક ઉધનાથી સચિન તરફ જઇ રહેલા મહિન્દ્રા પીકઅપ વાન નંબર જીજે/21/વી/1301ના વ્હીલમાં પંચર પડતા વાન રોડ સાઇડમાં પાર્ક કરી હતી. આ અરસામાં ત્યાં ઉભેલા ગૌસેવક ભરત રમેશ ભરવાડને શંકા જતા પીકઅપ વાનમાં તપાસ કરતા 5 ભેંસોને અત્યંત ક્રુરતા પૂર્વક બાંધેલી નજરે પડતા તુરંત જ અન્ય ગૌસેવકોને જાણ કરવાની સાથે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.
જેને પગલે પાંડેસરા પોલીસ તુરંત જ ઘસી આવી હતી. પોલીસે પીકઅપ વાનના ચાલક મોસીન હાસબુદ્દીન શેખ (ઉ.વ.27, રહે.62,ભાઠેના દરગાહની પાછળ,ઉધના) અને ક્લીનર પરવેઝ ખલીલ સૈયદ (ઉ.વ.19,રહે.125,ભાઠેના દરગાહની પાછળ,ઉધના) ઓની ઝડપી પાડી પુછપરછ હાથ ધરી હતી. પુછપરછમાં કતલ ખાને માટે ભેંસને કમેલા દરવાજાથી ઉન પાટીયા લઇ જતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ભેંસનો કબ્જો લઇ પાંજરાપોળમાં મોકલી આપવાની કામગીરી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500