સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઈકો ગાડીમાંથી સાઈલેન્સરની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. અગાઉ આઠેક ગાડીમાંથી સાઈલેન્સર ચોરાયા હોવાની ફરિયાદ વચ્ચે વધુ ચાર ઈકો ગાડીમાંથી સાઈલેન્સરની ચોરી થઈ હોવાની ફરિયાદ જેતે પોલીસ મથકમાં નોધાઈ છે. વાહનચોરી, ગાડીના લોગોની ચોરી કરતી ટોળકી બાદ હવે ગાડીમાંથી સાઈલેન્સરની ચોરી કરતી ટોળકી સક્રિય બની છે અને અત્યાર સુધીમાં ૧૦ જેટલા સાઈલેન્સરની ચોરી કરી જાણે પોલીસને પડકાર ફેક્યો હોય તેમ લાગે છે.
કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ કામરેજ દાદા ભગવાન મંદિર રોડ સિધ્ધિવિનાયક રેસીડેન્સીમાં રહેતા અને રસોઈયાનું કામ કરતા કાનસિંહ કનકાભાઈ ડામોર ગત તા ૨૭મીના રોજ રાત્રે નવેક વાગ્યે તેની ઈકો ગાડી કાપોદ્રા સાગર સોસાયટીની વાડીની બાજુમાં રોડ ઉપર પાર્ક કરી હતી. દરમ્યાન કોઈ અજાણ્યો તેમની ઈકો ગાડીમાંથી સાઈલેન્સર ચોરી કરી નાસી ગયો હતો. મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ બેગમપુરા પ્રેમગલીના નાકે કોલીવાડમાં રહેતા સાજેદા જુનેદભાઈ મન્સુરીઍ રાત્રે ઘરની બહાર ઈકો ગાડી પાર્ક કરી હતી.
જે ગાડીમાંથી કોઈ અજાણ્યો સાઈલેન્સરમાંથી કોઈ સ્પેરપાર્ટસ ચોરી કરી નાસી ગયો હતો. જયારે સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ બેગમપુરા શેત્રુંજીવાડ ખાતે રહેતા અને ડ્રાઈવીંગનું કામ કરતા ફહદ યાસીન સૈયદઍ ગત તા ૨૭મીના રોજ તેની ઈકો ગાડી ઘરની બહાર પાર્ક કરી હતી દરમ્યાન કોઈ અજાણ્યાઍ ફહદ અને સરફાજ નુરમોહંમદ શેખની મારૂતી ઈકો ગાડીમાંથી સાઈલેન્સર ચોરી કરી નાસી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઈકો ગાડીમાંથી સાઈલેન્સર ચોરીની ઘટના પ્રકાશમાં આવી રહી છે. કોઈ ઍક ચોક્કસ ટોળકીï સાઈલેન્સર ચોરી કરવા સક્રિય બની હોવાની આશંકા સાથે પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500