સુરતના પાલ ગામ સરદાર નગર સોસાયટી પાસે જીઇબીની ટ્રાન્સફોર્મરમાથી ડિસ્ટ્રીબ્યુશન બોકસની કીટ કેટ ફયુસ ચોરી કરતા ૩ ચોરોનો જીઇબીના કર્મચારીઓએ રંગેહાથ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અડાજણ કેનાલ રોડ આભુષણ રેસીડેન્સીમાં રહેતા સુનિલભાઇ નારાયણભાઇ ડાભી સબ ડિવીઝનમાં જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવે છે. તા.૨૦મી ઓકટોબરના રોજ પાલ ગામ સરદાર નગર સોસાયટીમાં પાવર કટ થયો હોવાનો કોલ અડાજણ જીઇબીને મળ્યો હતો. જેથી સુનિલભાઇ ડાભી સહિત ૩ કર્મચારીઓ પાલ ગામ સરદાર નગર સોસાયટી પાસે આવેલી જીઇબીની ડીપી ચેક કરવા માટે ગયા હતા. ત્યારે ૩ જણાં થાભલા પર ચઢી ડિસ્ટ્રીબ્યુશન બોકસમાથી કીટ કેટ ફયુસ ચોરી કરી રહ્યા હતા. જેથી સુનિલભાઇ સહિત ત્રણેય કર્મચારીઓએ ત્રણેય જણાને પકડી પાડી અડાજણ પોલીસને બોલાવી હતી. અડાજણ પોલીસે ત્રણેયનો કબ્જા લઇને પુછપરછ કરતા અડાજણ પાલનપુર ગામ હળપતિ વાસમા રહેતો ભિખુ રમેશ રાઠોડ, શકર ગોરધન વિઠલ અને ભરત પ્રેમબહાદુર દમઇ હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે સુનિલભાઇની ફરીયાદના આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application