સુરતનાં અડાજણ વિસ્તારમાં વિશાલ નગરમાં શોર્ટ સર્કિટ બાદ આખું ઘર સળગી ગયું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈપણ જાનહાની થઈ ન હતી. જોકે પાડોશીની સતર્કતાના કારણે પરિવાર સમયસર સળગતા ઘરના બીજા માળેથી નીચે બહાર નીકળી જવામાં સફળ થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, આ આગની ઘટના વહેલી સવારના સમયે વિશાલ નગરના ઘર નંબર ડી-119નાં પહેલા માળે ધુમાડા સાથે આગ લાગી હોવાનું જાણવા મળતા ફાયરની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી એટલું જ નહીં ફરાય બ્રિગેડનાં જવાનોએ ગણતરીની મિનિટમાં જ આગને કાબૂમાં લેવામાં સફળ રહી હતી.ફાયર ઓફિસર અડાજણએ જણાવ્યું હતું કે, કોલરને સોસાયટીના ગેટ પર બોલાવી એની મદદથી સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પહેલા માળે લાગેલી આગ પર પાણીનો મારો કરી આગ કાબૂમાં લઈ લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આગ ફ્રીઝમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જેમાં ફર્નિચર, ઘર વખરીનો સામાન સહિત તમામ બળીને ખાક થઈ ગયું હતું. જોકે કોઈપણ પ્રકારની જાનહાની નોંધાય ન હતી. જયારે મુકુંદભાઈ ગજ્જર (ઘટનાના સાક્ષી) એ જણાવ્યું હતું કે, વહેલી સવારે આંખ ખુલી જતા કંઈ બળવાની દુર્ગંધ આવી હતી. પહેલા પોતાના ઘરમાં તપાસ કર્યા બાદ પાડોશીના ઘર પર નજર પડતા ધુમાડો નીકળી રહ્યો હોવાનું જોયું હતું જેથી તાત્કાલિક દોડીને બૂમાબૂમ કરી બીજા માળે સૂતેલા કિનારી પરિવારની 2 દીકરીઓ અને પતિ-પત્નીને જગાડી બહાર કાઢી લીધા હતા. ત્યાં સુધીમાં આગ ઉગ્ર બની ગઈ હતી. ત્યારબાદ ફાયરને જાણ કરી ગેટ પર દોડી ગયો હતો. ફાયરને સાથે લઈ ઘટના સ્થળે આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application