Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઇલના વેપારી સાથે રૂપિયા ૨.૭૦ લાખથી વધુની ઠગાઈ

  • October 21, 2021 

સુરતના સીટીલાઇટ અશોક પાન સેન્ટરની સામે આવેલી એક દુકાનમાથી ગ્રાહકના સ્વાગમાં ગઠીયાએ રૂપિયા ૨.૭૦ લાખના બે મોબાઇલ ફોન અને ચાર્જર ખરીદ્યુ હતુ. ગઠીયાએ એન.ઇ.એફ.ટી.થી મોબાઇલ ફોનના પૈસા ચુકવી દીધા બાદ અન્ય એસેસરીઝ માટે સિકયુરીટી ચેક આપી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.
 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સારોલી ગામ અગિન બંગ્લોઝમા રહેતા આદર્શભાઇ રાજેન્દ્રભાઇ કાસટ સીટીલાઇટ અશોક પાન સેન્ટરની સામે ભગવતી આશિષ કોમ્પલેક્ષમાં હર્ષ એન્ટરપ્રાઇઝ નામથી મોબાઇલની દુકાન ધરાવે છે. તા.૩જી ઓકટોબરના રોજ રાત્રિના સમયે તેમની દુકાનમાં નિકુજ.બી.ભાલાળા નામનો ગ્રાહક આવ્યો હતો. તેણે દુકાનમાથી રૂપિયા ૨.૬૭ લાખના બે મોબાઇલ ફોન, ચાર્જર, વગેરે મળી કુલ રૂપિયા ૨.૭૦ લાખથી વધુની ખરીદી કરી હતી. ત્યારબાદ એન.ઇ.એફ.ટી.થી મોબાઇલ ફોનના પૈસા ચુકવી દીધા છે તેવા વિશ્વાસ અને ભરોસો આદર્શભાઇને આપ્યો હતો. ત્યારબાદ સિકયુરીટી પેટે ચેક પણ નિકુંજ આપી ગયો હતો. પરતુ આદર્શભાઇએ બેલેન્સ ચેક કરતા કોઇ પૈસા આવ્યા ન હતા. જેથી આદર્શભાઇએ નિકુંજનો સંપર્ક કરતા તેની કોઇ માહિતી મળી ન હતી. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું ભાન થતાં આદર્શભાઇએ વરાછા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application