Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ઉદ્યોગપતિ સાથે સી.એ દ્વારા કરોડો ની છેતરપિંડી

  • January 16, 2021 

રિયલ એસ્ટેટ, કોલ્ડ સ્ટોરેજ તથા વોટર ફિલ્ટરના ધંધા સાથે સંકળાયેલા ભટાર રોડ આશીર્વાદ પેલેસમાં રહેતા ઉદ્યોગપતિ સાથે તેના સી.એ. એ કરોડોની છેતરપિંડી કરી છે. સી.એ.એ કંપનીના ભાગીદારોની જાણ બહાર બારોબાર કરોડોના શેર પોતાના નામે ટ્રાન્સફર કરી લેવાની સાથે તેની પત્ની, સાળા અને નોકરના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે ઉદ્યોગપતિની ફરિયાદને આધારે સી.એ. અને  તેની પત્ની સહિત ચાર સામે ગુનો દાખલ કરી સી.એની ધરપકડ કરી છે.

 

 

 

આ બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ  ભટાર રોડ આશીર્વાદ પેલેસમાં રહેતા વિજયભાઈ શોભાલાલ શાહ(ઉ.વ.51) ભાગીદારીમાં રીઅલ એસ્ટેટ, કોલ્ડ સ્ટોરેજ તથા વોટર ફિલ્ટરના ધંધા સાથે સંકળાયેલા છે. વિજયભાઈએ કૈલાશચંદ્ર લોહીયા (રહે.કેપીટલ ગ્રીન કેનાલ રોડ),  દિશા કૈલાસચંદ્ર લોહીયા, વિનોદ અગ્રવાલ (રહે.વિજયનગર અજમેર રાજસ્થાન) અને આલોક રામેન્દ્ર કેડીયા(રહે.સ્ટાર ગેલેક્ષી વેસુ) સામે ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

જેમાં વિજયભાઈએ જણાવ્યું હતું કે તેમની પેઢીના હિસાબ કીતાબ કરવા માટે સી.એ તરીકે કૈલાશચંદ્ર લોહીયાને સન 2004થી રૂપિયા 15 હજારના પગારમાં રાખ્યો હતો. દરમિયાન સન 2007માં ગુજરાત હાઈકોર્ટના ઓફીશીયલ લીકવીડેટરોની એક હરાજીની જાહેરાત અખબારમાં જાઈ ભાગીદારો દ્વારા હરાજીમાં ભાગ લેવાનું નક્કી કયું હતુ. જે માટે એક પ્રાઈવેટ લીમીટેડ કંપનીની જરૂર હોવાથી સુવાસ રીયલેટી પ્રા.લી નામની અમદાવાદના ઠક્કર ફેમેલી પાસેથી ખરીદ કરી હતી. જેમાં બી.કે.ચાંદક(ચાંદક ગુપવતી)એ રૂપિયા 20 હજારમાં બે હજાર શેર,  અશોકકુમાર ગર્ગ(ગર્ગ ગુપવતી) રૂપિયા 25 હજારના 25૦૦  શેર,  શાહ ગુપવતી વિજયભાઈએ 35 હજારના 35૦૦ શેર, અને મનોજ સરદારસીંગ કાવડીયાએ 10 હજારના એક હજાર શેર ખરીદ્યા હતા. સન 2007-08માં કૈલાશ લોહીયા અને મનોજ કાવલડીયાને ડાયરેકટર બનાવ્યા હતા. કંપનીમાં ત્રણેય ગ્રુપના મળીને રૂપિયા 29,૦૦,000/-નું રોકાણ કયું હતું. કૈલાશચંદ્ર, મનોજનું માત્ર રૂપિયા 7,60,૦૦૦/- એટલે એક ટકો રોકાણ હતું. હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા હરાજીની જાહેરાતમાં અંકલેશ્વર જીઆઈડીસી પ્લોટ નં-3001 વાળી મિલ્કત રૂપિયા 4  કરોડમાં સુવાસ રીયલીટી પ્રા,લી કંપનીના નામે ખરીદી હતી.

 

 

 

ત્યારબાદ કંપીની બેલેન્સશીટમાં રજીસ્ટ્રર ઓફ કંપનીઝની ઓફિસમાં તથા ઈન્કમટેક્ષમાં કૈલાષચંદ્રની સહીથી ફાઈલ થઈ હતી. કંપનીના 10 હજાર શેર પણ તેની સહીથી રજીસ્ટ્રટ ઓફ કંપનીઝના વાર્ષિક પત્રકમાં દર્શાવ્યા હતા. સન 2009-12 દરમિયાન કૈલાશચંદ્ર અને મનોજે 50 ટકા શેરહોલ્ડર બતાવી ઈન્કમચેક્ષમાં 10 ટકા હોવાનુ બતાવ્યું હતુ. જે બે વર્ષ પુરતા હતા. કૈલાશચંદ્રએ તેના મિત્ર આલોકને કંપનીમાં સભાસદોની મંજુરી વગર ઓડીટર તરીકે નિમણુંક કરી હતી.

 

 

 

કંપનીના ઓડીટર મહેશકુમાર મિનલ એન્ડ કંપનીને ઓડીટરમાંથી રાજીનામું આપવા ધમકી આપી હતી. તમામ શેરો કૈલાશચંદ્રએ ડીજીટલ સહીથી તેમના નામે ટ્રાન્સફર કરી લીધા હતા. કંપનીની માલીકી તથા મિલ્કત ગેરકાયદે પચાવી પાડી હતી. કૈલાશચંદ્રએ મનોજ પણ ડાયરેકટરથી હટાવી તેના મિત્ર રાજસ્થાન વિજયનગર ખાતે રહેતા અજમેરનો ક્રીમીનલ ઈતિહાસ ધરાવતા વિનોદ અગ્રવાલને બનાવી દીધો હતો અને કંપનીની મિલકત કબજા કરતા ક્રમીનલ માણસો થકી ધમકી આપતો હતો અને  સન 2018માં સુવાસ કંપીની બેન્ક ઓફ બરોડાના ખાતામોથી તેની પત્ની દિશાના ખાતામાં રૂપિયા 3,40,૦૦,000/- ટ્રાન્સફર કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application