અમરોલી-જુના કોસાડ રોડ સ્થિત સ્ટાર પેલેસના ફ્લેટ નં./એલ/402માં રહેતા અને કડોદરા ખાતે એમ્બ્રોડરી કારખાનું ચલાવતા વિજય બાબુભાઇ ખૈની (ઉ.વ.28) એ બે વર્ષ અગાઉ આરબીએલ બેંકનો ક્રેડિટ કાર્ડ લીધો હતો. પરંતુ તેઓ છેલ્લા ઘણા સમયથી કાર્ડનો ઉપયોગ કરતા ન હતો. તેથી વીસેક દિવસ અગાઉ એક મોબાઇલ પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે વિજયને કાર્ડનો ઉપયોગ માટે કરી હતી અને વપરાશ નહીં કરતા હોય તો બંધ કરાવવાનું કહ્યું હતું.
ત્યારબાદ બીજા મોબાઇલ પરથી કોલ આવ્યો હતો અને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાની પ્રોસેસ કરી વિજય પાસેથી ઓટીપી મેળવી લીધો હતો. આ ઓટીપીની મદદથી ભેજાબાજે કાર્ડ બંધ કરવાને બદલે ઇન્સ્યોરન્સ પોલીસીનું પ્રિમીયમ, શોપીંગનું પેમેન્ટ વિગેરના અલગ રકમના કુલ રૂપિયા 99,155/-ની મત્તાનું ટ્રાન્જેક્શન કર્યુ હતું. જેને પગલે કારખાનેદારે અમરોલી પોલીસમાં અરજી કરી હતી. આ અરજીની તપાસના આધારે પોલીસે વિશ્વાસઘાત અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application