Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેક્ષટાઈલ માર્કેટનાં વેપારી સાથે રૂપિયા 88 લાખની ઠગાઈ

  • December 25, 2021 

સુરતનાં રીંગરોડ સ્થિત ટેક્ષટાઈલ માર્કેટમાં ડિ.કે.લોન ફેબ્રીક્સના નામે દુકાન ધરાવતા વેપારી પાસેથી પશ્વીમ બંગાળના ચાર વેપારીએ દલાલ મારફતે કુલ રૂપિયા ૮૮ લાખનો  માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સિટીલાઈટ પનાસગામ રાજતીલક એપાર્ટમેન્ટમાં રહેતા દેવકીશન દુલીચંદ ચાંડક (ઉ.વ.૫૩) વેપાર ધંધા સાથે સંકળાયેલા છે અને રિંગરોડ ટેક્ષટાઈલ માર્કેટમાં ડી.કે.લોન ફેબ્રીક્સના નામે દુકાન ધરાવે છે.જોકે દેવકીશન પાસેથી શરુઆતમાં પકંજકુમાર અગ્રવા (સોનુ ફેબ્રીક્સના પ્રોપાયટર કાનકુલ્લી રોડ કોલક્તા પશ્વીમ બંગાળ), મોહનસિંહ રાઠોડ (શક્તિ ટેક્ષટાઈલ, કાનકુલ્લી રોડ બુરતલ્લા કોલકત્તા પશ્વીમ બંગાળ), રાજવીરસિંહ રૂલાનીયા (ભગવતી ટેક્ષટાઈલ, કોલકત્તા પશ્વીમ બંગાળ), સંતોષદેવી અગ્રવાલ (રિયાંશ ટેક્ષટાઈલ, ચૌધરી માર્કેટ બારતલ્લા મેત્યા બ્રુજ કોલકત્તા પશ્વીમ બંગાળ) નાઓએ મહેશકુમાર ઝવર મારફતે માલ ખરીદી સમયસર પેમેન્ટ ચુકવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ મોટાપ્રમાણમાં માલની ખરીદી કરી બાકી નિકળતા રૂપિયા ૮૮,૦૩,૮૯૧/-ની માંગણી કરતા શરુઆતમાં ખોટા વાયદાઓ આપ્યા બાદ વેપારીને પેમેન્ટની ઉઘરાણી કરી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે દેવકીશનની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application