સુરતના રિંગરોડ અભિષેક ટેક્ષટાઈલ માર્કેટમાં હર્ષિતા સિલ્ક મિલ્સના નામે ધંધો કરતા વેપારી પાસેથી સહારા દરવાજા ખાતે આવેલ અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં પ્રોમાર્ટના પ્રોપ્રાયટર કાપડનો માલ ખરીદ્યા બાદ રૂપિયા ૬.૭૦ લાખ નહી ચુકવી છેતરપિંડી કરતા મામલો પોલીસમાં પહોચ્યો હતો. બનાવ અંગે સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર રોડ ઉમા ભવન પાસે ઉદેદિપ એપાર્ટમેન્ટમાં રહેતા અને રીંગ રોડ અભિષેક ટેક્ષટાઈલ માર્કેટમાં હર્ષિતા સિલ્ક મિલ્સના નામે દુકાન ધરાવતા ૩૯ વર્ષીય જગદીસભાઈ જીવનરામ અગ્રવાલ પાસેથી સહારા દરવાજા અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં પ્રોમાર્ટના નામે કાપડનો ધંધો કરતા દિપા રામ રાખ્યાની અને લાલુ રામ રાખ્યાની (રહે.ફલોરન્સ ફલેટ વેસુ)એ ગત તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૧ તથા ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ અલગ અલગ બીલ ચલણથી કુલ રૂપિયા ૬,૭૦,૭૫૨/-નો કાપડનો માલ ખરીદ્યો હતો. રાખ્યાનીઓ નક્કી કરેલ સમયમાં પેમેન્ટ નહી આપતા જગદીશભાઈએ ઉઘરાણી માટે ફોન કરતા ઉશ્કેરાઈ ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આરોપીઓએ અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાનું કહેવાય છે. પોલીસે જગદીશભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application