સુરતના સારોલી આર.આર.ટી.એમ. માર્કેટમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવતા એક વેપારી પાસેથી યુપીના દલાલે અન્ય વેપારીઓને રૂપિયા ૬.૧૩ લાખનો ઉધાર કાપડનો માલ અપાવ્યો હતો. પરંતુ સમયસર પૈસા ન ચુકવતા વેપારીએ પુણા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરીયાદ નોધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સીટીલાઇટ અણુવ્રત દ્વાર પાસે આવેલી આશિર્વાદ પાર્ક સોસાયટીમાં રહેતા આશિષભાઇ ચંદનમલ જૈન રીંગરોડ શ્રી મહાવીર ટેક્ષટાઇલ માર્કેટ અને સારોલી આર.આર.ટી.એમ. માર્કેટમાં પ્રસુક ફેશન નામથી રેડીમેડ ગારમેન્ટની દુકાન ધરાવે છે. ૨૦૧૮માં યુપી લખનૌ સ્થિત માન સરોવર યોજના ખાતે રહેતા શિવપ્રકાશ જાષી નામના દલાલે આશિષભાઇનો સંપર્ક કર્યો હતો. પોતાની પાસે યુપીમાં મોટી મોટી પાર્ટીઓ છે. તેમની સાથે વેપાર કરવાથી સારો એવો નફો થશે તેવી લોભામણી અને લલચામણી વાતો કરી હતી. પૈસાની તમામ જવાબદારી શિવપ્રકાશ જોષીએ લીધી હતી.
ત્યારબાદ આશિષભાઇએ શિવપ્રકાશ પર વિશ્વાસ મુકી વેપાર ધંધો શરૂ કર્યો હતો. સમયસર પૈસા શિવકુમાર જોષી ચુકવી આપતો હતો. જેથી તેના પર વિશ્વાસ મુકી આશિષે વધુ ધંધાનો વ્યાપ વધાર્યો હતો. તા.૨૯/૧૦/૨૦૧૮ના રોજ શિવપ્રકાશ જાષીના કહેવાથી આશિષભાઇએ યુપી દેવરીયા સ્થિત મોહન રોડ ખાતે આવેલી મનિષ બ્રધર્સ નામથી કાપડનો ધંધો કરતા આશિષ મિશ્રાને રૂપિયા ૬.૧૩ લાખથી વધુની મત્તાનો રેડીમેડ કાપડનો માલ ઉધાર આપ્યો હતો. પરંતુ સમયસર પૈસા ન મળતાં આશિષભાઇ જૈને ઉઘરાણી કરી હતી. પરંતુ બંને જણાંએ પૈસા આપવા માટે ખોટા વાયદાઓ કરી છેવટે પૈસા ચુકવ્યા ન હતા. આ બનાવ સંદર્ભે આશિષભાઇ જૈના પુણા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500