કાગળ ઉપર તમિલનાડુની પાર્ટી બતાવી રિંગરોડ જે.ડી.ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પાસેથી રૂપિયા 44.19 લાખનો માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવ્યા બારોબાર છોડાવી બજારમાં સસ્તાભાવમાં વેચાણ કરી છેતરપિંડી કરતા બે ચીટરો સામે પોલીસમા ફરિયાદ નોધાઈ છે. ચીટરોનો ભોગ અન્ય 8 વેપારીઓ પણ બન્યા હોવાથી છેતરપિંડીનો આંકડો વધશે તેમાં કોઈ બેમત નથી.
બનાવની સલાબતપુરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, પરવત પાટીયા ડુંભાલ ફાયર સ્ટેસન પાસે વાટીકા ટાઉનશીપમાં રહેતા મનીષભાઈ સજ્જન અગ્રવાલ (ઉ.વ.30) રિંગરોડ જે.ડે. ટેક્ષટાઈલ માર્કેટમાં શ્રી શ્યામ સીલ્ક મીલ્સ ફર્મના નામે દુકાન ધરાવે છે. મનીષભાઈ પાસેથી ગત તા.17 માર્ચે 2021 થી 27 એપ્રિલ 2021ના સમયગાળામાં સનરાઈઝ ટ્રેડર્સના શીવ ઉર્ફે શીવા પ્રકાશ વોંકટરામન (રહે.મોમાઈ કોમ્પ્લેક્ષ સહારા દરવાજા તથા સત્યમ એપાર્ટમેન્ટ ઉમરવાડા અને તિરુપતિ ટેક્ષટાઈલ ફર્મના નરેશ હડીયા (રહે.અભિનંદન માર્કેટ )નાએ કાગળ પર તમિલનાડુના 6 જેટલા વેપારીના નામ અને તેમના ફર્મ બતાવી કુલ રૂપિયા 44,19,74નો કાપડનો માલનો ઓર્ડર આપી ટ્રાન્સપોર્ટ મારફકતે તમિલનાડુ ખાતે મોકલાવ્યો હતો.
જોકે જે વેપારી અને ફર્મના નામે માલ મોકલાવ્યો હતો તેવા કોઈ વેપારી ન હતા અને ચીટરોએ બારોબાર માલ ટ્રાન્સપોર્ટમાંથી છોડાવી બજારમાં સસ્તા ભાવમાં વેચી નાંખ્યો હતો. નકકી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી આપતા મનીષભાઈએ ઉઘરાણી કરતા શરુઆતમાં ખોટા વાયદાઓ આપ્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ચીટરોએ મનીષભાઈ ઉપરાંત માર્કેટના અન્ય 8 વેપારીઓને પણ ચુનો લગાવ્યો છે. હાલ પોલીસે મનીષભાઈ અગ્રવાલની ફરિયાદ લઈ શીવા અને નરેશ સામે રૂપિયા 44.19 લાખની ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે. પરંતુ તપાસમાં ઠગાઈનો આકંડો વધે તેવી શકયતા નકારી શકાઈ નહી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500