Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી સાથે રૂપિયા 43.81 લાખની છેતરપિંડી

  • August 21, 2021 

સુરતના રિંગરોડ મિલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટમાં રાધિકા ક્રિએશનના નામે ધંધો કરતા વેપારી પાસેથી તૈલંગણા અને બેંગ્લોરના વેપારીએ દલાલ મારફતે કુલ રૂપિયા 43.81 લાખનો અલગ-અલગ ક્વોલીટીનો સાડીનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

 

 

 

 

સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ, વેસુ વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસે આશીર્વાદ એવન્યુ ખાતે રહેતા અમીત કમલકિંશન રાઠી (ઉ.વ.33) છેલ્લા 5 વર્ષથી કાપડ બજારમાં સાડીના વેપાર ધંધા સાથે સંકળાયેલા છે અને રિંગરોડ મિલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટમાં રાધિકા ક્રિએશન ફર્મના નામે ધંધો કરે છે. અમીતભાઈ પાસેથી ગત તા.2 જાન્યુઆરી-2020 થી 26 ઓગસ્ટ-2020 સુધીમાં કાપડ દલાલ લલીતકુમાર બહતાવરમલ ચોરરીયા (રહે.રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ પરવત પાટીયા) મારફતે  ભોપલન કાર્તિક (રહે.વૈષ્ણવી ટ્રેડર્સ,વૈષ્ણવી સિલ્ક મીલ્સના પ્રોપરાઈટર, અવધ ટેક્ષટાઈલ માર્કેટ રીંગરોડ, તથા નાલાગુન્ટા સીંકદરાબાદ તૈલગંણા) અને નારીયાના ચેટ્ટી રવિચંદ્રન (વૈષ્ણવી એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર, થર્ડ ક્રોસ અત્રીપુરા સુધામાનગર બેંગલુર) એ કુલ રૂપિયા 43,81,975/-નો અલગ-અલગ ક્વોલીટીનો સાડીનો માલ ખરીદ્યો હતો.

 

 

 

 

 

અમીત રાઠીએ માલ ટેમ્પો તેમજ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલી આપ્યો હતો. આરોપીઓએ માલની ડીલીવરી મેળવી લીધા બાદ નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા અમીત રાઠીએ પેમેન્ટની ઉઘરાણી કરતા આરોપીઓએ પેમેન્ટ નહી આપી ઉસ્કેરાઈને ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી દુકાન બંધ કરી નાસી ગયા હતા. આરોપીઓના ઉઠમણામાં અમીત રાઠી ઉપરાંત સુરતના અન્ય બે ત્રણ વેપારીના, અમદાવાદના અને રાજસ્થાન જોધપુરના પાલીના વેપારીના પણ નાણા ફસાયા છે. પોલીસે હાલ અમીતની ફરિયાદ લઈ આરોપીઓ સામે રૂપિયા 43.81 લાખની છેતરપીંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application