સુરતના રિંગરોડ રઘુકુલ ટેક્ષટાઈલ માર્કેટના વેપારી પાસેથી વડોદરા, એમ.પી અને મુંબઈના વેપારીએ કુલ રૂપિયા ૪.૯૫ લાખનો કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગોડાદરા નહેર મહારાણા પ્રતાપ ચોક રાધાક્રિષ્ણા મંદિરની સામે સર્જન રો-હાઉસમાં રહેતા પવનકુમાર પરમાત્માપ્રસાદ પાંડે (ઉ.વ.૪૨) રિંગરોડ રઘુકુલ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવે છે. પવનકુમાર પાસેથી ગત તા.૧૫ ડિસેમ્બર-૨૦૧૮ થી ૨૭ માર્ચે-૨૦૧૯ના સમયગાળામાં મનોજકુમાર સાડી હાઉસના પ્રોપાઈટર મનોજકુમાર (રહે.ઉમામસ્ત્રી તાલીયા દમોદ મધ્યપ્રદેશ), મનીષા ટેક્ષફેબના પ્રોપરાઈટર અર્જુનરામ (રહે.સાંઈ બજાર બિલ્ડિંગ, એસટીએન રોડ શોપીંગ સેન્ટર,શાંતાકુઝ,વેસ્ટ મુંબઈ), શ્રી સાડી સેન્ટરના પ્રોપરાઈટર પુનમ મહેશ રાણા (રહે.સિદેશ્વર મહાદેવ પોલ રાઉપુરા વડોદરા) અને નિકીતા એજન્સી વહીવટકર્તા ગોપાલ પ્રેમરાજ શર્મા (રહે.કુબેરજી પ્લાઝા માર્કેટ)એ જુદી-જુદી ક્વોલાટીનો કાપડનો કુલ રૂપિયા ૪,૯૫,૯૭૯/-નો માલ ખરીદ્યો હતો અને નક્કી કરેલ મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા પવનકુમારે ઉઘરાણી કરતા શરૂઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટા વાયદાઓ કર્યા બાદ ફોન ઉપાડવાના બંધ કરી પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી. પોલીસે પવનકુમારની ફરિયાદ લઈ તમામની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500