સુરતના અમરોલી ગણેશપુરા વિસ્તારમાં રહેતા આધેડને મકાન બતાવાને બહાને ભરવાડ સહિતની ટોળકીએ રૂપિયા 4.70 લાખ પડાવી લીધા બાદ મકાન ન અપાવી કે પૈસા પરત નહી કરી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમરોલી ગણેશપુરા શ્રી ગણેશ રેસીડ્સીમાં રહેતા અઉમશ્રી ગોડપુરક કાશીનાથ (ઉ.વ.56) એ જગદીશ વશરામ ભરવાડ ઉર્ફે ઝાલા, અક્ષય (રહે.મઘુવન સોસાયટી છાપરાભાઠા રોડ), દીલીપ ભરતસિંહ નાયક (રહે.ધરતી પેલેસ વુંદાવન પેલેસ છાપરાભાઠા રોડ), કિરણ સાહેબ ઉર્ફે કિરણ, કાનજી ભરવાડ ઉર્ફે કાનજી ભગત સામે ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે, આરોપીઓએ ભેગામળી એકબીજાની મદદથી 17 જાન્યુઆરીમાં અલગ-અલગ જગ્યાએ મકાન બતાવી રોકડા 2 લાખ 70 હજાર અને 2 લાખ ચેકથી મળી કુલ રૂપિયા 4.70 લાખ પડાવી લીધા બાદ મકાન અપાવ્યું ન હતું અને પૈસા પરત માંગવા છતાંયે નહી આપી પરિવારના સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500