સુરત શહેરમાં સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા યુવાનને એરલાઇન્સમાં નોકરી અપાવવાની લાલચ આપી છ ઠગબાજ ઇસમોએ તેમની પાસેથી રૂપિયા ૩.૫૪ લાખ પડાવી લીધા હતા. આ દરમિયાન યુવાનને વિશ્વાસમાં લેવા માટે જાબ કન્ફોર્મેશન લેટર, ટ્રેનિંગ કન્ફર્મેશન, લેટર મેડિકલ કન્ફર્મેશન લેટર, બોન્ડ ઍગ્રીમેન્ટ લેટર પણ આપ્યા હતા અને ત્યારબાદ આ તમામના ચાર્જ પેટે ૩.૫૪ લાખની વસુલાત કરી હતી. પૈસા લીધા બાદ પણ નોકરી નહીં આપી તેની સાથે ઠગાઇ કરી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવાને સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.બનાવની વિગત એવી છે કે, સચિનન ઉન વિસ્તારમાં આવેલ રાહત સોસાયટીમાં રહેતા આસિફ આરીફભાઇ રહીમભાઇ પીંજારા વેપાર ધંધો કરી પરિવારને આર્થિક મદદ કરે છે. આ દરમિયાન તેને એક અજાણી વ્યક્તિ નો ફોન આવ્યો હતો અને એરલાઇન્સમાં નોકરી આપવાની લાલચ આપી હતી. આસિફ પણ તેની વાતમાં આવી જઇ એરલાઇન્સમાં નોકરી માટે તૈયારી બતાવી હતી. ત્યારબાદ અજાણ્યા ઇસમે તેની સાથે જગદીશ, આકાશ, અજય,અભય રાઠોડ નામના અલગ અલગ કુલ છ ઇસમોએ તેમની સાથે અવારનવાર ટેલિફોનિક વાતચીત કરી તેમના ડોક્યુમેન્ટ મંગાવી દીધા હતા. ત્યારબાદ નોકરીની લાલચે તેને જાબ કન્ફર્મેશન લેટર, ટ્રેનિંગ કન્ફર્મેશન લેટર, મેડિકલ કન્ફર્મેશન લેટર, બોન્ડ એગ્રીમેન્ટ લેટર મોકલ્યા હતા અને તમામને બદલામાં જુદા-જુદા ચાર્જ પેટે રૂપિયા ૩.૫૪ લાખ લીધા હતા. આ ત્યમાં રકમ આસિફે મોબાઇલ ફોનથી ફોન પે એડ્ઢિમકેશન દ્વારા ટ્રાન્સફર કરી હતી. જોકે લાંબો સમય થવા છતાં આશીફને નોકરી ન મળતા તેણે જાબ વેરીફાઇ કરતા તેની સાથે ઠગાઇ કરી હોવાની જાણ થઇ હતી. જેથી આસિફે આ મામલે સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ-અલગ ૬ મોબાઇલ નંબર ધારકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500