સુરત શહેરનાં લિંબાયત વિસ્તારમાં બુક વેચાણમાં કામ કરતા વેપારી સાથે 19.13 લાખ રૂપિયાની છેતરપિંડી થતા પોલીસમાં છેતર પિંડીની ફરિયાદ નોંધાઈ હતી. બનાવની વિગત એવી છે કે, લિંબાયત શાંતિનગરમાં રહેતા મુકેશ ભુપેન્દ્રભાઈ ચૌધરી ઘરે સ્ટેશનરી વેચાણનું કામ કરે છે અને તેઓ સ્કૂલ બુક મુંબઈની જીવનદીપ ઇડુમીડિયા પ્રા.લિ.કંપનીમાંથી બુક મંગાવીને સુરતમાં એજ્યુકેશન ટ્રસ્ટ અને દુકાનોમાં વેચે છે. જોકે મુંબઈની જીવનદીપ ઇડુમીડિયા કંપનીએ મનોજ ઘીવાલાને નોકરી પર રાખ્યો હતો. મનોજ ઘીવાલા ફરિયાદી મુકેશભાઈ ચૌધરીના ઓર્ડર મુજબના બુક કંપનીમાંથી લાવીને મુકેશ ચૌધરીને આપતો હતો. મનોજને જીવનદીપ ઇડુમીડિયા કંપની પગાર ચુકવતી હતી.ત્યારબાદ મુકેશના ગ્રાહકોને પણ મનોજ બુકની ડિલિવરી આપતો હતો અને તેનું પેમેન્ટ પણ ગ્રાહકો પાસેથી લઈને મનોજ ફરિયાદી મુકેશભાઈને આપતો હતો. પરંતુ છેલ્લા બે વર્ષમાં મનોજે ફરિયાદી મુકેશના ગ્રાહકોને બુક આપીને તેમની પાસેથી પેમેન્ટ લઈને મુકેશની દુકાને જમા કરાવ્યા ન હતા અને આવી રીતે રૂપિયા 19.13 લાખ રૂપિયા દુકાન પર જમા કરાવ્યા ન હતા. જેથી મુકેશભાઈ ચૌધરીએ આરોપી મનોજ ઘીવાલા વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application