ડુંભાલ આંજણા ફાર્મ જય નારાયણ ઈન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઈડરીના કારખાનેદાર પાસે રૂપિયા ૧૭ લાખનું જોબવર્કનું કામ કરાવ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી દુકાન બંધ કરી ફરાર થઈ ગયેલા સારોલી રધુવીર સેલયમ માર્કેટના વેપારી અને દલાલ સામે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
પુણા પોલીસના જણાવ્યા મુજબ, વરાછા મેઈન રોડ બરોડા પ્રિસ્ટેજ પાસે જય ભવાની સોસાયટીમાં રહેતા વિજયભાઈ બાલુભાઈ માલવીયા (ઉ.વ.૪૮) આંજણા ફાર્મ જય નારાયણ ઈન્ડસ્ટ્રીયલમાં હેરક્રિષ્ણા ક્રિએશનના નામથી એમ્બ્રોઈડરી જાબવર્કનો ધંધો કરે છે. વિજયભાઈ પાસેથી ગત તા.૪ જુલાઈ-૨૦૧૮ થી ૯ સપ્ટેમ્બર-૨૦૧૮ના સમયગાળામાં સારોલી રધુવીર સેલીયમ માર્કેટમાં શિવમ ટેક્ષટાઈલના નામે ધંધો કરતા બીજલ નાગજી કાતરીયા (રહે.આનંદી સોસાયટી દેલાડવા રોડ,ડિંડોલી) એ દલાલ દુલા વશરામ ગજેરા (રહે.સમ્રાટ સોસાયટી, સરથાણા જકાતાનાકા) મારફતે ૯૦ દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાનો વિશ્વાસ ભરોસો આપી એમ્બ્રોઈડરી જોબવર્કનું કામ કરાવ્યા બાદ તેની મજુરીના લેવાના નિકળતા રૂપિયા ૧૭,૭૦,૭૬૬/- ખોટા વાયદાઓ આપી નહી ચુકવી દુકાન બંધ કરી ભાગી જઈ છેતરપિંડી કરી હતી. પોલીસે વિજયભાઈની ફરિયદ લઈ વેપારી બીજલ કાતરીયા અને દલાલ દુલા ગજેરા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500