સુરતના જહાગીરપુરા વિસ્તારમા રહેતી એક મહિલાને સુમુલ ડેરીની એજન્સી આપવાના બહાને મોરાભાગળના યુવકે રૂપિયા ૧૬ લાખ પડાવી લીધા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાવા પામી છે. મહિલાને ખોટી રસીદો આપી ખરા તરીકે તેનો ઉપયોગ કરી તેણીને અંધારામા રાખી હતી.
મળતી માહિતી અનુસાર, જહાગીરપુર શરણમ રેસીડેન્સીમા રેખાબેન દિલીપભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. ૨૦૧૯માં મોરાભાગળ દેવ આશિષ સોસાયટીમાં રહેતો પ્રિયાક હસમુખ મેથીવાલા નામના યુવકે રેખાબેનનો સપર્ક કર્યો હતો. રેખાબેનને જણાવ્યું હતું કે, ધંધો વધારવા માટે તમને સુમુલ ડેરીની એજન્સી અપાવીશ તેમ કહી રેખાબેનનો વિશ્વાસ કેળવી તેમની પાસેથી નોટરી અને સ્ટેમ્પ પેપર પર લખાણ કરી રૂપિયા ૧૬ લાખ લીધા હતા. પરંતુ સુમુલ ડેરીની પોતાના નામની એજન્સી મળેલ હોય તેવી રસીદ તથા ડિપોઝીટ ઉપર પ્રિયાંકએ કોમ્પ્યુટરમાં છેડછાડ કરી ખોટી બનાવટી રસીદ બનાવી હતી. સુમુલ ડેરીના જુનીયર આસિસટન્ટ અશેશ પટેલની ખોટી સહી રસીદ પર કરી ડિપોઝીટની રસીદ બનાવી હતી.
ત્યારબાદ આ રસીદ રેખાબેનને આપી તમારી સુમુલ ડેરીની એજન્સી આવી ગઇ છે તેવો ખોટો વિશ્વાસ અપાવ્યો હતો. પરંતુ રેખાબેને તપાસ કરતા આવી કોઇ એજન્સી તેમના નામ પર સુમુલ ડેરીએ આપી નથી. જેથી રેખાબેને પ્રિયાંક પાસે પૈસાની ઉઘરાણી કરતા તેને પૈસા આપી દેવાનો ખોટો વાયદો કરી સમય પસાર કર્યો હતો. આ બનાવ સદર્ભે રેખાબેને જહાગીરપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500