Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આર્મીની ઓફિસરની ઓળખ આપી વેપારી પાસેથી રૂપિયા 1.46 લાખ પડાવી લીધા

  • August 11, 2021 

વેસુ સુમન સેલ આવાસમાં રહેતા અને ઘરેથી ઓનલાઈન મીઠાઈનું વેચાણ કરતા વેપારીને ફેસબુક ઉપર મુકેલી મીઠાઈની પોસ્ટ જોઈને ઠગબાજે આર્મી ઓફિસર તરીકે ઓળખ આપી પોતાની ઓફિસ માટે 30 કિલો મીઠાઈનો ઓર્ડર આપી તેને પેમેન્ટ એડવાન્સમાં ચુકવી આપવાને બહાને વેપારીને વિશ્વાસમાં લઈ લીંક મોકલી ખાતામાંથી રૂપિયા 1.46 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી ઉપાડી છેતરપિંડી કરી હતી.

 

 

 

 

 

ઉમરા પોલીસના જણાવ્યા મુજબ, વીઆઈપી રોડ ફાયર સ્ટેશનની સામે સુમન સેલ આવાસમાં રહેતા મૂળ મહેસાણાના વતની ચિગ્નેશ ઉર્ફે જીગ્નેશ મણીલાલ પટેલ બમરોલી વિસ્તારમાં હરિઓમ ઈન્ડસ્ટ્રીઝમાં ઉમિયા ટેક્ષટાઈલના નામથી વાપર લુમ્સનુ ખાતુ ધરાવે છે તેમજ સીઝન પ્રમાણે બહારથી મીઠાઈ ખરીદી તેનો ઓનલાઈન તથા ઘરેથી ઓડર લઈ અન્યને વેચાણ કરે છે. ચિગ્નેશભાઈએ ફેસબુક ઉપર મીઠાઈ વેચાણ માટેની પોસ્ટ મુકી છે અને સાથે મોબાઈલ નંબર પણ લખ્યો છે જે પોસ્ટ જોઈ ગત તા.3 ઓગસ્ટના રોજ અજાણ્યાએ તેમને વોટ્સઅપ મેસેજ કરી મીઠાઈના ઓર્ડર અંગે વાતચીત કરી હતી અને પોતાની ઓળખ આર્મી ઓફિસર શિવચરણ તરીકે આપી ઓફિસ માટે 30 કિલો મીઠાઈનો ઓર્ડર આપ્યો હતો અનેએક કિલોના 300 રૂપિયા લેખે કુલ રૂપિયા 9,000/- એડવાન્સ આપવાની વાત કરી હતી.

 

 

 

 

 

ત્યારબાદ ઠગબાજે પોતાનું આર્મીનું કેન્ટીન કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ ના ફોટા મોકલ્યા હતા અને ફોન કરી પોતાની નોકરીએરપોર્ટ ખાતે હોવાનુ કહી ઓફિસમાંથી સંદિપ સર નામના વ્યકિતને નંબર આપશે હોવાનું કહ્યું હતું. ચીગ્નેશે મીઠાઈનો ઓર્ડર ત્રણ દિવસ પછી મળશે હોવાનુ કહ્યું હતું. બીજા દિવસે ફરીથી વોટ્સઅપ કોલ કરી શિવચરમના સર દિનેશ વાત કરુ છુ અને મીઠાઈના રૂપિયા કેવી રીતે મોકલવાની વાત કરતા ચીગ્નેશે ગુગલ-પે ઍપ્લીકેશનથી મોકલી આપવાની વાત કરી હતી, જોકે ઠગબાજે આર્મીના નિયમ મુજબ પહેલા 4 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને પૈસા જમા થયા કે કેમ પુછ્યુ હતું. ત્યારપછી એક લીંક વોટ્સઅપ પર મોકલી હતી જેમાં ખાતાબુક એપ્લીકેસનમાં 9 હજાર તેના પર ક્લીક કરવાથી ખાતામાં પૈસા જમા થઈ જશે હોવાનુ કહેતા ચીગ્નેશે લીક ક્લીક તેમાં માગંયા ડેટા અને પીન નંબર લખતા 9 હજાર કપાઈ ગયા હતા.

 

 

 

 

 

ચિગ્નેશને એમ તેનાથી ભુલ થઈ ગઈ હશે તેમ સમજી ફરીથી ક્લીક કરતા પહેલા 27,000/- બીજીવાર 18,000/- ત્રીજી વખત 43,000/- અને ચોથી વારમાં 2950 કપાઈ ગયા હતા. થોડીવારમાં ફરીથી ઠગબાજે ફોન કરી ચિગ્નેશભાઈને તમને ખાતાબુકમાં ટ્રાન્જેકશન ફાવતુ નથી તમારો ડેબીટ કાર્ડના આગળ પાછળના ફોટા મોકલો હું તમારા પૈસા રિફંડ કરી આપુ છુ હોવાનુ કહી વિશ્વાસમાં લઈ  ઓટીપી  નંબર મેળવી લઈ ખાતામાંથી પહેલા રૂપિયા 15,000/- પછી 5,000/- અને ત્યારબાદ 39,999/- મળી કુલ રૂપિયા 1,46,449/- ઓનલાઈન ટ્રાન્જેકશન કરી ઉપાડી લીધા હતા. ચિગ્નેશભાઈને શંકા જતાએરપોર્ટ ખરાઈ કરવા માટે જતા ત્યાં કોઈ આર્મીના ઓફિસરો આવો કોઈ ઓર્ડર આપ્યો ન હોવાનનું બહાર આવતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો ખ્યાલ આવતા ગતરોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application