સુરતના વેસુના એક્સક્યુલટ શોપીંગ સેન્ટરમાં ઓફિસ ધરાવતા લોન એજન્ટ ફેસબુક પર મુદ્રા લોનની પોસ્ટ અપલોડ કરી વરાછાના વકીલને તેમના ચાર અસીલના નામે લોન અપાવવાની લાલચ આપી રૂપિયા 1.25 લાખ પડાવી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ઉમરા પોલીસમાં નોંધાય હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વરાછા માતાવાડી સ્થિત રામકૃષ્ણ શોપીંગ સેન્ટરમાં ઓફિસ ધરાવતા વકીલ રાજેશ વિનુ વાગડીયા (ઉ.વ.32, રહે.સી/604, એપલ એવન્યુ, યોગી ચોક, પુણા) એ સપ્ટેમ્બર-2019માં ફેસબુક પર મુદ્રા લોનની જાહેરાત જોઇ તેમાં જણાવેલા મોબાઇલ નંબર પર સંર્પક કરી હાર્દિક રમેશ વાઘાણી (રહે.103, હરિદર્શન સોસાયટી, ડભોલી ચાર રસ્તા) ની વેસુ સિધ્ધી વિનાયક મંદિર નજીક એક્સક્યુલટ શોપીંગ સેન્ટરમાં તેની ઓફિસે મળવા ગયા હતા. જયાં હાર્દિકે મુદ્રા લોનના જરૂરી ડોક્યુમેન્ટ્સ અને મંજૂર થયેલી લોનના 4 ટકા કમિશન પેટે ચુકવવાનું કહ્યું હતું. જેથી રાજેશે તેના ચાર અસીલના નામે લોન પ્રોસેસ કરવાનું કહી હાર્દિકના બેંક ખાતામાં રૂપિયા 1.25 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ હાર્દિકે જયસુખ પરસોત્તમ રાખોલીયાના નામે રૂપિયા 16.50 લાખ, રાજેસ ધનસુખ સાવલીયાના નામે રૂપિયા 9.50 લાખ, બિપીન હરીભાઇ ઠેસીયાના નામે રૂપિયા 8.75 લાખ અને રાજેશ વેલજી વેગડીયાના નામે રૂપિયા 8 લાખની લોન સેન્સન લેટર બતાવ્યો હતો. પરંતુ ત્યારબાદ લોન અંગેની કોઇ કાર્યવાહી હાથ ધરી ન હતી જેને પગલે વકીલ રાજેશ વાગડીયાએ હાર્દિક વાઘાણી વિરૂધ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500