સુરતના રિંગરોડ કમેલા દરવાજા અંબાજી ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલ ગુંજન ફેબ્રીક્સના પ્રોપરાઈટરે દલાલ મારફતે વિવર્સ પાસેથી કુલ રૂપિયા 15.84 લાખનો ગ્રે-કાપડનો માલ કરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ, અલથાણ કેનાલ રોડ મારવેલ્લા રેસીડેન્સીમાં રહેતા વિષ્ણુભાઈ પુરુષોત્તમભાઈ પટેલ (ઉ.વ.44) એ રિંગરોડ અંબાજી ટેક્ષટાઈલ માર્કેટમાં ગુંજન ફેબ્રીક્સના નામે ધંધો કરતા પ્રદીપ બેરોલિયા, દિપેશ અગ્રવાલ અને કાપડ દલાલ વિજય શર્મા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, આરોપીઓએ તેમની પાસેથી ગત તા.20 ઓક્ટોબર 2019માં કુલ રૂપિયા 15,84,232/-નો ગ્રે-કાપડનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા વિષ્ણુભાઈએ પેમેન્ટની ઉઘર્રોણી કરતા આરોપીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી પેમેન્ટ નહી ચુકવી છેતરપિંડી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500