સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં હાઇવે ઉપરથી પોલીસે બાતમીના આધારે 18 ગાય ભરેલ ટ્રક ઝડપી ચાર ઈસમો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કડોદરા પોલીસે બાતમીના આધારે ટ્રક અટકાવી તપાસ કરી હતી. જેમાં ઘાસચારાની સુવિધા વગર ક્રુરતાપૂર્વક દોરડા વડે બાંધેલા પશુઓ પાસ પરમીટ વગર પરિવહન કરતા મળી આવતા ટ્રક ચાલક અને ક્લીનર સહિત ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગૌરક્ષકોની ટીમે બાતમીના આધારે કામરેજ ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી તે દરમ્યાન બાતમી મુજબની ટ્રક નંબર પીબી/10/એચપી/5055 આવતા તેને અટકાવવાની કોશિશ કરી હતી. પરંતુ ચાલકે ટ્રક ઊભી રાખી ન હતી અને જેથી ગૌરક્ષોની ટીમે તેનો પીછો કરતાં ચાલકે ટ્રક પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં ઊભી રાખી હતી.
ત્યારબાદ ટ્રકની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં 18 જેટલી ગાયો ઘાસચારાની સુવિધા વગર ક્રુરતાપૂર્વક દોરડા વડે બાંધેલ હતી. પશુઓ પાસ પરમીટ વગર પરિવહન કરી રહ્યા હતા. પોલીસે ટ્રકનો ચાલક ગુરુદીપ શેરસિંગ રાજપૂત (રહે.ગુરુનાનક નગરની ગલીમાં, લુધિયાણા પંજાબ), લખવીન્દરસિંગ ગુરુદીપ મજબીતશીખ (રહે.લીલેડી રોડ, લુધિયાણા, પંજાબ), સિકંદર આગમલ્લા પાસવાન (રહે. ગુજજરબાર, લુધિયાણા, પંજાબ) તેમજ પંજનારામ ચંજનલાલ રામ (રહે.માલકગામ, લુધિયાણા, પંજાબ)ના ઓને ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500